Bollywood: પોતાની જ સુપરહીટ ફિલ્મમાંથી કપાયું અક્ષય કુમારનું પત્તુ, આ યુવા અભિનેતાને લાગ્યો જેકપોટ

ફિલ્મ 'રાઉડી રાઠોડ 2' (Rowdy Rathore 2) માંથી નિર્માતાઓએ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar) ને બહાર કરી દીધા છે. આ ફિલ્મમાં હવે અક્ષય કુમારની જગ્યાએ નિર્માતાઓએ લક્ષ્ય લાલવાણીને ફાઇનલ કર્યો છે.
વર્ષ 2012માં અક્ષય કુમારની ફિલ્મ 'રાઉડી રાઠોડ' રિલીઝ થઈ હતી. માત્ર 60 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 200 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું હતું. ફિલ્મમાં અક્ષય કુમાર સાથે સોનાક્ષી સિન્હા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મ પ્રભુદેવાના નિર્દેશનમાં બની હતી. 'રાઉડી રાઠોડ'ની જબરદસ્ત સફળતા બાદ નિર્માતાઓ આ ફિલ્મનો બીજો ભાગ બનાવવાનું આયોજન કરી રહ્યા હતા. હવે સામે આવેલા અહેવાલો અનુસાર, 'રાઉડી રાઠોડ 2' (Rowdy Rathore 2) માંથી અક્ષય કુમાર (Akshay Kumar) નું પત્તુ કપાઈ ગયુ છે. આ ફિલ્મમાં તેમની જગ્યા હવે યુવા અભિનેતાએ લીધી છે.
'રાઉડી રાઠોડ 2' માં લક્ષ્ય લાલવાણીની એન્ટ્રી
એક ટ્વીટ અનુસાર, સંજય લીલા ભણસાલીએ 'રાઉડી રાઠોડ 2' માટે લક્ષ્ય લાલવાણીને ફાઇનલ કર્યો છે. તે ડબલ રોલમાં જોવા મળશે. તમિલ નિર્દેશક પી. એસ. મિશ્રન પહેલેથી જ આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. લક્ષ્યના ચાહકોને આ સમાચાર મળતાં જ તેમની વચ્ચે ખુશીની લહેર ફરી વળી છે. બીજી તરફ, અક્ષય કુમારને આ ફિલ્મમાંથી બહાર કરવામાં આવ્યા હોવાને કારણે તેમના ચાહકો નિરાશ છે. હવે લક્ષ્ય લાલવાણીને 'રાઉડી રાઠોડ 2' (Rowdy Rathore 2) માં જોવા માટે ચાહકો પણ ઉત્સુક છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, લક્ષ્યને થોડા દિવસો પહેલાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ 'ધ બેડ્સ ઓફ બોલિવૂડ'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં બોબી દેઓલ, રાઘવ જુયાલ અને મોના સિંહ સહિત અનેક કલાકારો મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળ્યા હતા. આ આર્યન ખાનના નિર્દેશનમાં બનેલી પ્રથમ સિરીઝ હતી. આ ફિલ્મની સફળતા બાદ હવે લક્ષ્યને ટૂંક સમયમાં ફિલ્મ 'દોસ્તાના 2'માં જોવા મળશે. આ ફિલ્મમાં લક્ષ્ય સાથે વિક્રાંત મેસ્સી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

