કેમ જુબિન ગર્ગના મેનેજર અને ઈવેન્ટ ઓર્ગેનાઈઝરની કરાઈ ધરપકડ, સિંગરના મોતની થશે પૂછપરછ
સિંગર જુબિન ગર્ગના મુત્યુ અંગેના કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે. સિંગરના મેનેજર અને North Eas

સિંગર જુબિન ગર્ગના મુત્યુ અંગેના કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે. સિંગરના મેનેજર અને North East India Festivalના આયોજકની પોલિસે ધરપકડ કરી છે. હવે આગળ બંને પાસે આ મામલા બાબતે પૂછ-પરછ કરવામાં આવશે.
સિંગર મુત્યુ અંગેના મામલાએ લીધો નવો વળાંક
આસામના જાણીતા સિંગર જુબીન ગર્ગના મૃત્યુ પાછળની મિસ્ટ્રી પર હજી સસ્પેન્સ યથાવત્ છે. સિંગરના મૃત્ય પાછળનું કારણ બહાર લાવવા માટે નાનામાં નાની તપાસ ચાલુ છે. જ્યારે આ મામલામાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. ગર્ગના મૃત્યુ અંગેના મામલે પોલિસે બુધવારે North East India Festivalના આયોજક શ્યામકાનુ મહંતની અને જુબિન ગર્ગના મેનેજર સિદ્ધાર્થ શર્માની ધરપકડ કરી છે.
સિંગરના મેનેજરને પકડવામાં આવ્યા
પોલિસના સૂત્રો અનુસર North East India Festivalના આયોજક શ્યામકાનુ મહંતને સીંગાપુરથી પરત થતાં તરત જ દિલ્લી એરપોર્ટ પર અડધી રાત્રે ધરપકડ કારવાનમાં આવી હતી. જ્યારે બીજી બાજુ જુબીન ગર્ગના મેનેજર સિદ્ધાર્થ શર્માની ગુરુગ્રામમાં એક ફ્લેટમાંથી ધરપક હતી. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે સિદ્ધાર્થ શર્મા અને શ્યામકનું મહંત બંનેને ગુવાહાટી લઈ જવાંમાં આવ્યા છે.
લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી
ગયા અઠવાડિયે આ બંનેના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. આસામના મુખ્ય મંત્રી હેમંત બિસવ સરમાએ કહ્યું હતું કે શ્યામકાનુ મહંત અને સિદ્ધાર્થ શર્માને 6 ઓક્ટોબરે ગુવાહાટી તપાસ ટીમ સામે પોતાનું નિવેદન નોંધાવવું પડશે. આ કાર્યવાહી દરમિયાન આ બંનેની ધરપકડ કરી ગુવાહાટી લઈ જવામાં આવ્યા છે.
આસામ સરકારે જુબીન ગર્ગની મૃત્યુ અંગેની શોધખોળ માટે ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) M. P. Guptaની આધ્યક્ષતામાં 10 લોકોની એક સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવી છે. SITએ આ પહેલા સિદ્ધાર્થ શર્માના ગુવાહાટી સ્થિત ઘરની શોધખોળ કરી હતી. જે લગભગ બે કલાક ચાલી. જે દરમિયાન ઘણા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા.
ક્યારે અને કેવી રીતે થયું જુબીન ગર્ગનું મૃત્યું ?
52 વર્ષની ઉમરમાં સિંગર જુબીન ગર્ગનું 19 સપ્ટેબરે સિંગાપુરમાં મૃત્યુ થઈ ગયું હતું. જુબીન ત્યાં 20 સપ્ટેબરે North East India Festivalમાં હાજર રહેવાના હતા. પરંતુ તે પહેલા જ તેમનું સ્કૂબા ડાઇવિંગ કરતી વખતે આચનક મૃત્યુ થઈ ગયું. આ વાત જાહેર થતા સિંગરના પરિવાર સહિત લાખો ફેનસને સ્તબ્ધ થઈ ગયા હતા.
જુબિન ગર્ગના નજીકના લોકો હજું પણ આ વાત પર વિશ્વાસ નથી કરી શકયા કે સ્કૂબા ડાઇવિંગ કરતી વખતે મૃત્યુ કેવી રીતે થઈ શકે? સિંગરની મૃત્યુનું રહસ્ય ઉકેલવા માટે ખૂબ જીણવટથી તપાસ થઈ રહી છે.
જુબિન ગર્ગના મૃત્યુના રહસ્યને ઉકેલવા માટે, તેમનું બે વાર પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. આ બાદ સિંગરના ગુવાહાટીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જુબીનને અંતિમ વિદાઇ દેતી વખતે ઘણી માત્રામાં ફેન્સની ભીડ ઉમટી પડી હતી. પરિવાર સાથે દરેક વ્યક્તિએ ભીની આંખે જુબીન ગર્ગને અંતિમ વિદાઇ આપી હતી.







