સોહમ શાહની "Tumbbad-2" ફિલ્મમાં આ હિરોઈનની થશે એન્ટ્રી!

સોર્સ : GSTV
સોહમ શાહની "Tumbbad-2"માં એક મહત્વની ભૂમિકા માટે કંગના રણૌતની એન્ટ્રી થઈ હોવાનું કહેવાય છે. સોહમ શાહ ખુદ આ ફિલ્મનું દિગ્દર્શન કરવાનો છે.
આ વખતે ફિલ્મનું બજેટ વધારીને 150 કરોડ કરવામાં આવ્યુ હોવાથી તે ફિલ્મને દરેક રીતે ભવ્ય બનાવવા પ્રયાસ કરી રહ્યો છે. આ વખતે તેણે ફિલ્મનો સઘળો ભાર એકલા હાથે ખેંચવાને બદલે કંગના સહિતના કલાકારો પર પણ મદાર રાખવાનું નક્કી કર્યું છે.
કોઈ અધિકૃત જાહેરાત નહી
ઉલ્લેખનીય છે કે, કંગના અને આર માધવનની 'તનુ 3' પ્રોડયૂસર અને ડાયરેક્ટર વચ્ચે કોપીરાઈટના ઝઘડાના કારણે અટકી પડી છે. આ સંજોગોમાં કંગનાએ આ ફિલ્મની ઓફર સ્વીકારી હોવાનું કહેવાય છે. જોકે, આ મુદ્દે કોઈ અધિકૃત જાહેરાત કરાઈ નથી.

