કેમ જેક્લીને ખખડાવ્યા સુપ્રીમ કોર્ટના દરવાજા? સુકેશ ચન્દ્રશેખર કેસમાં ફરી હલચલ
સુકેશ ચન્દ્રશેખરને સંડોવતા 200 કરોડના મની લોન્ડરિંગના કેસમ

સુકેશ ચન્દ્રશેખરને સંડોવતા 200 કરોડના મની લોન્ડરિંગના કેસમાં પોતાની સામેની FIR રદ કરાવવા માટે જેક્લીન ફર્નાન્ડીસ સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. સુપ્રીમ કોર્ટમાં 22મી સપ્ટેમ્બર, સોમવારે તેની અરજીની સુનાવણી થવાની સંભાવના છે.
દિલ્હી હાઈકોર્ટે ફગાવી હતી અરજી
આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જેક્લીનને સહ આરોપી તરીકે દર્શાવાઈ છે. ટ્રાયલ કોર્ટે કેસમાં જેક્લીન સામે પૂરતા પુરાવા હોવાનું નોંધ્યું હતું. FIR રદ કરવાની જેક્લીનની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. હવે હાઈકોર્ટના ચુકાદાને જેક્લીને સુપ્રીમમાં પડકાર્યો છે.
નોરા પણ હતી સુકેશના સંપર્કમાં
શરુઆતથી જ આ કેસમાં જેક્લીનની દલીલ રહી છે કે, તે સહ આરોપી નહિ પરંતુ ખુદ સુકેશની ઠગાઈનો શિકાર બની છે. જોકે, ઈડીના દાવા અનુસાર સુકેશે 200 કરોડ રુપિયા ગુન્હાઈત ગતિવિધિ દ્વારા મેળવ્યા હોવાનું જાણ્યા પછી પણ જેક્લીને તેની પાસેથી કરોડો રુપિયાની ભેટસોગાદો સ્વીકારી હતી અને આ રીતે સુકેશને પૈસા સગેવગે કરવામાં તે મદદરુપ બની હતી. જેક્લીન ઉપરાંત નોરા ફતેહી પણ સુકેશના સંપર્કમાં હતી પરંતુ જે ક્ષણે નોરા ફતેહીને સુકેશની ગુન્હાઈત પ્રવૃત્તિઓ વિશે જાણ થઈ ત્યારથી જ તેણે સુકેશ સાથેના સંપર્કો કાપી નાખ્યા હતા. પરંતુ, જેક્લીને સંપર્ક ચાલુ રાખતાં હવે તે કાનૂની લડાઈમાં ફસાઈ ગઈ છે.






