Hollywoodની કલાકારને Bollywood નિર્માતાએ આપી ઓફર! રકમ સાંભળી તમે પણ ચોંકી ઉઠશો

સોર્સ : GSTV
Hollywood કલાકાર સિડની સ્વીનીને એક ભારતીય ફિલ્મ નિર્માણ કંપનીએ ઈન્ડો અમેરિકન પ્રોજેક્ટમાં કામ કરવા માટે 530 કરોડની ઓફર આપી હોવાનું કહેવાય છે.
સિડની પોતે પણ ડઘાઈ ગઈ
સિડની પોતે આ ઓફરથી એકદમ ડઘાઈ ગઈ છે અને તેણે કોઈ તત્કાળ પ્રતિક્રિયા આપી નથી. સિડનીને અપાયેલી ઓફરમાં 415 કરોડ રૂપિયા ફી અને ૧૧૫ કરોડ રૂપિયા સ્પોન્સરશિપ ડીલ સામેલ છે.
ફિલ્મ જગતની મોટામાં મોટી ઓફર
સિડનીને એક ભારતીય સેલિબ્રિટી સાથે પ્રેમમાં પડેલી અમેરિકી સ્ટારનો રોલ ઓફર કરાયો છે. ફિલ્મનું શૂટિંગ આવતા વરસે લંડન, દુબઇ,ન્યુયોર્ક અને પેરિસમાં કરવામાં આવશે. સિડની આ ઓફર સ્વીકારશે તો બોલીવૂડનાં કોઈ પ્રોડકશન માટે કોઈ સ્ટારને મળેલી મોંઘામાં મોંઘી ફી હશે. ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરની બનાવવા માટે સિડનીને આ રોલ ઓફર કરાયો છે.

