Video: ૨૦૦ કરોડના ઠગાઈ કેસમાં દિલ્હી કોર્ટે નોરા ફતેહીને સાક્ષી તરીકે હાજર થવા આદેશ

200 કરોડ રૂપિયાના છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી નોરા ફતેહીની મુશ્કેલી વધી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે નોરા ફતેહીને 2 નવેમ્બરે કોર્ટમાં હાજર થવા સમન્સ જારી કર્યું છે. સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા આ કેસમાં નોરાને સરકારી સાક્ષી તરીકે નિવેદન નોંધાવવા માટે બોલાવવામાં આવી છે. EDની ત્રીજી સપ્લિમેન્ટરી ચાર્જશીટના આધારે કોર્ટે આ આદેશ આપ્યો છે. તપાસ એજન્સીના આરોપ મુજબ, સુકેશે રેનબેક્સીના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર સિંહની પત્ની અદિતિ સિંહ સાથે 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી અને આ નાણાંમાંથી નોરાને મોંઘી ભેટો આપવામાં આવી હતી. જોકે, નોરા ફતેહી અગાઉ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ હોવાનો ઇનકાર કરી પોતે આ મામલે પીડિત હોવાનો દાવો કરી ચૂકી છે.





