મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

આવતીકાલે રિલીઝ થનારી આ બે ફિલ્મોમાંથી કોણ કરશે જોરદાર ઓપનિંગ?

આજે દેશભરમાં દિવાળીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે, ત્યારે આવતીકાલે 21 ઓક્ટોબરે બે મોટી બો

આવતીકાલે રિલીઝ થનારી આ બે ફિલ્મોમાંથી કોણ કરશે જોરદાર ઓપનિંગ?

આજે દેશભરમાં દિવાળીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે, ત્યારે આવતીકાલે 21 ઓક્ટોબરે બે મોટી બોલિવૂડ ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. દિવાળીમાં આયુષ્માન ખુરાનાની "થામા" અને હર્ષવર્ધન રાણેની "એક દીવાને કી દીવાનિયત" વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. ચાલો જોઈએ કે ઓપનિંગ ડે પર આ બેમાંથી કંઈ ફિલ્મ બાજી મારશે.

"એક દીવાને કી દીવાનિયત"

સોનમ બાજવા હર્ષવર્ધન રાણેની રોમેન્ટિક ફિલ્મ "એક દીવાને કી દીવાનિયત" માં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે. આ ફિલ્મના ગીતો પણ ધૂમ મચાવી રહ્યા છે. જો કે, તેની રિલીઝના એક દિવસ પહેલા જાણવા મળ્યું છે કે આ ફિલ્મ ઓપનિંગ ડે પર બે આંકડાનું કલેક્શન કરતી હોય તેવું લાગતું નથી. જોકે, આ ફિલ્મ હર્ષવર્ધન રાણેના કરિયરની સૌથી મોટી ઓપનર સાબિત થઈ શકે છે. એક અહેવાલ મુજબ, આ ફિલ્મ 4 થી 6 કરોડ રૂપિયા સાથે ઓપન કરી શકે છે. જોકે, બીજા રિપોર્ટમાં ફિલ્મ 7 થી 10 કરોડનું કલેક્શન કરી શકે છે તેવો દાવો કરાયો છે.

"થામા" માટે ઓપનિંગ ડેનું પ્રિડિક્શન

આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાનાની હોરર-કોમેડી ફિલ્મ "થામા" બોક્સ ઓફિસ પર જોરદાર ઓપનિંગ માટે તૈયાર છે. મળતા અહેવાલ અનુસાર, ટ્રેડ વિશ્લેષકોને અપેક્ષા છે કે ફિલ્મ તેના પહેલા દિવસે 15 થી 20 કરોડ રૂપિયાની કમાણી કરશે. બીજા રિપોર્ટ મુજબ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 17 થી 22 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. તે સ્પષ્ટ છે કે "થામા" કલેક્શનની દ્રષ્ટિએ હર્ષવર્ધન રાણેની "એક દીવાને કી દીવાનિયત"ને પાછળ છોડી દેવાની તૈયારીમાં છે.

આ સમાચાર શેર કરો