બોલિવૂડ: આલિયા ભટ્ટ અને દીપિકા પદુકોણ સાથે પિકલ બોલ રમ્યાં, આ અભિનેત્રીઓની દોસ્તી જોઈ ફેન્સ નવાઈ પામ્યા
આલિયા ભટ્ટ અને દીપિકા પ

આલિયા ભટ્ટ અને દીપિકા પદુકોણ એક વ્યક્તિ સાથે સંકળાયેલ છે. તે વ્યક્તિનું નામ છે રણબીર કપૂર. જેમાં આલિયા હાલ રણબીરની પત્ની છે તો દીપિકા ભૂતકાળમાં તેની પ્રેમિકા હતી. હર કોઈ આ વાત જાણે છે. આ દરમિયાન તાજેતરમાં આ બંને અભિનેત્રીઓ એકબીજાની સાથે પિકલ બોલ રમી હતી. બંને એકબીજાને બહુ પ્રેમપૂર્વક રીતે ભેટીને તથા ફલાઈંગ કિસ આપીને છૂટાં પડયાં હતાં. તેમની આ દોસ્તી જોઈ બંનેના ચાહકો પણ નવાઈ પામી ગયા છે.
એક વીડિયો સામે આવ્યો છે તે અનુસાર આલિયા અને દીપિકા રેકેટ લઈને બહાર નીકળી તેમની કારમાં રવાના થતાં હોય અને તે પહેલાં એકમેકને પ્રેમપૂર્વક મળતા હોય તેવું જોવા મળે છે. આ વીડિયો વાયરલ થયા છે. તેના પર ચાહકો વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે.
બોલીવૂડમાં એવી વાતો પણ ચાલતી રહે છે કે આલિયા અને દીપિકા વચ્ચે હુંસાતુંસી ચાલે છે. સારા પ્રોજેક્ટસ મેળવવાની બાબતમાં બંને વચ્ચે સ્પર્ધા રહેતી હોય છે.
આલિયા અને દીપિકાના ચાહકો સામસામી છાવણી રચી હંમેશાં ઓનલાઈન ઝઘડતા રહેતા હોય છે. ત્યારે બંને અભિનેત્રીઓ વચ્ચે યારી દોસ્તીનાં દ્રશ્યો જોઈ બંનેના ચાહકોને આશ્ચર્ય થયો હતો. ઉલ્લેખનીય છે કે આલિયાના પતિ રણબીર અને દીપિકા અગાઉ બે વર્ષ સુધી રિલેશનશિપમાં રહી ચૂક્યાં છે.






