મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા બન્યા માતા-પિતા, અભિનેત્રીએ દીકરાને જન્મ આપ્યો

આજે સમાચાર વહેતા થયા હતા કે અભિનેત્રી પરિણીતિ ચોપરાને હોસ્પિટલમાં દાખલ કર

પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા બન્યા માતા-પિતા, અભિનેત્રીએ દીકરાને જન્મ આપ્યો

આજે સમાચાર વહેતા થયા હતા કે અભિનેત્રી પરિણીતિ ચોપરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને હવે સારા સમાચાર સામે આવી ગયા છે. પરિણીતિ ચોપરાએ એક દીકરાને જન્મ આપ્યો છે. રાઘવ ચઢ્ઢા પિતા બન્યા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ ખુશ ખબરી તેમના ચાહકો સાથે શેર કરવામાં આવી છે. 

લિટલ ચેમ્પનું સ્વાગત કર્યું

દિવાળીના શુભ પ્રસંગે, ચઢ્ઢા અને ચોપરા પરિવારે એક બેબી બોયનું સ્વાગત કર્યું. આ ખુશખબરે બધાને ભાવુક કરી દીધા છે. પરિણીતિ એક પુત્રની માતા બની છે. દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા, રાઘવે આ ખુશખબર ચાહકો સાથે શેર કરી, જેમાં લખ્યું છે કે "તે આખરે અહીં છે. અમારો બેબી બોય, અમારો દીકરો. અમને ખરેખર આ પહેલાનું જીવન યાદ નથી. અમારા હાથ, અમારા હૃદય ભરાઈ ગયા છે. પહેલા, અમે એકબીજા સાથે હતા, પણ હવે અમારી પાસે બધું જ છે: પરિણીતિ અને રાઘવ."

લગ્નના 2 વર્ષ બાદ કપલના ઘરે પારણું બંધાયું

2023માં આ કપલે લગ્ન કર્યા હતા ત્યારે બે વર્ષ પછી, તેમણે પોતાના જીવનમાં એક બાળકનું સ્વાગત કર્યું છે. મિત્રો તેમના પર અભિનંદનનો વરસાદ વરસાવી રહ્યા છે. આ પોસ્ટની કમેન્ટ સેક્શનમાં કૃતિ સેનન અને અનન્યા પાંડે સહિતની હસ્તીઓએ તેમની શુભેચ્છાઓ મોકલી છે. તેમના ચાહકો પણ ખૂબ ખુશ છે. તેમનું કહેવું છે કે રાઘવ અને પરિણીતિને તેમના જીવનની શ્રેષ્ઠ દિવાળી ભેટ મળી છે.

આ સમાચાર શેર કરો