ઉષા નાડકર્ણીએ જણાવ્યું કે, તેના પિતા સ્વભાવે ખૂબ જ હિંસક હતા અને માતાએ...
ટેલિવિઝન જગતમાં પોતાની અલગ ઓળખ બનાવનાર ઉષા નાડકર્ણી, ખાસ કરીને 'પવિત્ર રિશ્ત

ટેલિવિઝન જગતમાં પોતાની અલગ ઓળખ બનાવનાર ઉષા નાડકર્ણી, ખાસ કરીને 'પવિત્ર રિશ્તા' શોમાં સવીતા દામોદર દેસાઈના પાત્રથી ઓળખાય છે. પણ કેટલીય વખત પરદે ગુસ્સાવાળું પાત્ર ભજવનારી ઉષાનું પોતાનું બાળપણ અનેક પ્રકારના તણાવ અને હિંસા વચ્ચે પસાર થયું છે. તાજેતરમાં એક પોડકાસ્ટમાં ઉષાએ પોતાના જીવનના ઘણા દુ:ખદ અહેવાલો શેર કર્યા.
માતાએ ઘરમાંથી કાઢી મુકી હતી
ઉષાએ કહ્યું કે, તેમના માતા-પિતા ક્યારેય ઇચ્છતા નહોતા કે તેઓ અભિનેત્રી બને. તેમના પિતા એક એરફોર્સ ઓફિસર હતાં અને માતા શિક્ષિકા. ઘરમાં શિસ્ત બહુ કડક હતી. જ્યારે માતાને ખબર પડી કે ઉષાને એક્ટિંગમાં રસ છે, ત્યારે તેમણે ગુસ્સામાં તેને ઘરમાંથી તેના બધા કપડા સહિત બહાર કાઢી મૂકી હતી. ઉષાને એક અઠવાડીયા સુધી પોતાની મિત્રના ઘરમાં રહેવું પડ્યું હતું. અંતે તેમના પિતા તેમને ઘરે લાવ્યા હતા.
પિતાએ કુહાડીથી ઉષા પર કર્યો હતો હુમલો
પિતા વિશે વાત કરતાં ઉષાએ કહ્યું કે, તેમના પિતા બહુ જ હિંસક અને ગુસ્સાવાળા સ્વભાવના હતાં. નાનકડી વાતે પણ તેમનો ગુસ્સો એટલો ભયાનક થઈ જતો કે વાત શારીરિક હિંસા સુધી પહોંચી જતી.
ઉષાએ જણાવ્યું કે, એક વખત તેમના ભાઈને મારતી વખતે જ્યારે તેમણે પિતાને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે પિતાએ તેમની ઉપર સીધો કુહાડીથી હુમલો કર્યો. ઘાવ એટલો ગંભીર હતો કે તેમના હાથમાં ઈજા થઇ, પણ બીજા દિવસે તેઓ એ ઘાવ સાથે જ નાટકમાં પરફોર્મ કરવા પહોંચી ગયા.
ભાઈને બેભન થાવાની હદ સુધી માર્યો હતો
ઉષાએ કહ્યું કે, પિતાના ગુસ્સાનો ત્રાસ એટલો ખરાબ હતો કે, પિતાને જો ઘરમાં કંઈ પણ ગોઠવેલું ન મળે તો તેઓ તરત ગુસ્સામાં આવી જતા અને બુક્સ ફાડી નાખતા અથવા તો બાળકોને એવું મારી દેતા કે એકવાર તો તેમના ભાઈનું એટલું લોહી વહી ગયું કે તેઓ બેભાન થઈ ગયા.
માર્યા પછી પિતા પસતાવો પણ કરતા
તેમ છતાં, આવી હિંસા પછી પિતામાં ક્યારેક સંવેદના પણ દેખાઈ જતી હતી ઉષાએ કહ્યું કે, તેમના પિતા બાળકો માટે પછીથી ખાસ આઇસ્ક્રીમ પણ લાવવાનું ભૂલતા નહીં.
આ સંઘર્ષો વચ્ચે પણ ઉષાએ હાર ન માની અને પરિવારના વિરોધ, શારીરિક અને માનસિક ત્રાસ છતાં તેઓએ અભિનય ક્ષેત્રે પોતાની ઓળખ બનાવી. આજના સમયમાં તેમની કહાની એ બધાને પ્રેરણા આપે છે, જેઓ પોતાના સપનાઓ માટે લડી રહ્યા છે કે મુશ્કેલીઓ હોવા છતાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે.








