મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

મેઘના ગુલઝારની "દાયરા" ફિલ્મમાં કરીના સાથે આયુષ્માન ખુરાનાની જગ્યાએ આ સાઉથ એક્ટર કરશે કામ!

લાંબા વિલંબ બાદ કરીના કપૂર અને પૃથ્વીરાજ સુકુમારનની ફિલ્મ 'દાય

મેઘના ગુલઝારની "દાયરા" ફિલ્મમાં કરીના સાથે આયુષ્માન ખુરાનાની જગ્યાએ આ સાઉથ એક્ટર કરશે કામ!

લાંબા વિલંબ બાદ કરીના કપૂર અને પૃથ્વીરાજ સુકુમારનની ફિલ્મ 'દાયરા'નું શૂટિંગ શરુ થઈ ગયું છે. ચકચારભર્યા હૈદરાબાદ રેપ કેસ પરથી  આ ફિલ્મ બની રહી છે. ફિલ્મનું દિગ્દર્શન મેઘના ગુલઝાર કરી રહી છે. આ ફિલ્મમાં અગાઉ કરીના સાથે આયુષ્માન ખુરાના કામ કરવાનો હતો. 

આયુષ્માન ખુરાનાએ છોડી ફિલ્મ

જોકે, બાદમાં આયુષ્માન ખુરાનાને પોતાના રોલમાં દમ નહી જણાતાં તેણે આ ફિલ્મ તારીખોનું બહાનું દર્શાવીને છોડી દીધી હતી. તે પછી મેઘનાએ નવા હિરો માટે શોધ કરવી પડી હતી. તેના કારણે શૂટિંગ ધાર્યા કરતાં લંબાઈ ગયું હતું. હવે કરીનાએ જ આ ફિલ્મનું શૂટિંગ શરુ કર્યાની જાહેરાત કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તે સ્ક્રિપ્ટ વાંચી રહી હોવાનું જણાય છે. કરીનાના જણાવ્યા અનુસાર આ તેની કારકિર્દીની 68મી ફિલ્મ હશે. 

આ સમાચાર શેર કરો