VIDEO: સૌથી વધુ બોલિવૂડ ફિલ્મ કરનારા એક્ટર્સનું લિસ્ટ; આ ગુજરાતી એક્ટરે અમિતાભ બચ્ચનને પણ છોડ્યા પાછળ!
આજે અમે તમને બોલિવૂડના એવા સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે પોતાના સમગ્ર કરિયરમાં સૌથી વધુ ફિલ્મો આપવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ લિસ્ટમાં એક એક્ટર એવો પણ છે જેણે શાહરૂખ અને સલમાન ખાનને પણ પાછળ છોડી દીધા છે.
બોલિવૂડના આ એક્ટર્સે આપી છે સૌથી વધારે ફિલ્મો
બોલિવૂડના એવા ઘણા સ્ટાર્સ છે જેમણે પોતાના કરિયરમાં અગણિત ફિલ્મો આપી છે. આજે અમે તમને બોલિવૂડના એવા કલાકારો વિશે જણાવીશું જેમણે પોતાના કરિયરમાં સૌથી વધુ ફિલ્મો કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તો ચાલો જાણીએ એ સ્ટાર્સ વિશે.
શક્તિ કપૂર
સૌથી વધુ ફિલ્મો આપનારા સ્ટાર્સના લિસ્ટમાં પહેલું નામ બોલિવૂડના પ્રખ્યાત એક્ટર, વિલન અને કોમેડિયન શક્તિ કપૂરનું છે. શક્તિ કપૂરે પોતાના કરિયરમાં અંદાજે 700 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.
અનુપમ ખેર
અનુપમ ખેર આ લિસ્ટમાં બીજા નંબરે સૌથી વધુ ફિલ્મો કરનારા એક્ટર છે. તેમણે 500 થી વધુ ફિલ્મો કરી છે. એટલું જ નહીં, અનુપમ ખેર હજુ પણ ફિલ્મોમાં સક્રિય છે અને કામ કરી રહ્યા છે.
ધર્મેન્દ્ર
બોલિવૂડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રએ પોતાના કરિયરમાં 300 થી વધુ ફિલ્મો કરી છે. આજે ભલે તેઓ ફિલ્મોમાં ઓછા જોવા મળે છે, પરંતુ તેઓ પોતાના ફેન્સના દિલમાં હંમેશા રાજ કરે છે.
જોની લીવર
પ્રખ્યાત કોમેડિયન જોની લીવરે પણ રેકોર્ડબ્રેક ફિલ્મો કરી છે. તેમણે 280 થી વધુ ફિલ્મો કરી છે અને તેઓ આજે પણ ફિલ્મોમાં સક્રિય છે.
પરેશ રાવલ
ગુજરાતી અને બોલિવૂડ એક્ટર પરેશ રાવલ પણ આ લિસ્ટમાં સામેલ છે. તેમણે પોતાના કરિયરમાં 250 થી વધુ ફિલ્મો આપી છે. પરેશ રાવલ પણ હાલમાં ફિલ્મોમાં સતત કામ કરી રહ્યા છે.
અમિતાભ બચ્ચન
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન 200 ફિલ્મો કરીને આ લિસ્ટમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. આ ઉંમરે પણ તેઓ સતત ફિલ્મો કરી રહ્યા છે.
અક્ષય કુમાર
બોલિવૂડના 'ખિલાડી' એટલે કે અક્ષય કુમાર પણ આ લિસ્ટમાં છે. આમ પણ અક્ષય કુમાર વર્ષમાં સૌથી વધુ ફિલ્મો સાઇન કરવા માટે જાણીતા છે. તેમણે અત્યાર સુધી 150 થી વધુ ફિલ્મો કરી છે અને તેઓ સતત ફિલ્મો કરી રહ્યા છે.

