Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Cannes 2026: Aishwarya Rai Bachchan looked like an apsara in a light pink gown, daughter Aaradhya also stole the limelight in a red gown

VIDEO/Cannes 2026: લાઈટ પિંક ગાઉનમાં અપ્સરા જેવી લાગી Aishwarya Rai Bachchan, દીકરી આરાધ્યાએ પણ રેડ ગાઉનમાં લૂંટી લાઈમલાઈટ

Timeછેલ્લું અપડેટ : 23 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણી બોલિવૂડ એક્ટ્રેસિસ ભાગ લઈ રહી હતી પરંતુ ફેન્સને ઐશ્વર્યા રાય બચ્ચનના લુકની રાહ હતી. શુક્રવારે મોડી રાત્રે કાન્સ ફેસ્ટિવલમાંથી તેનો પહેલો અને બીજો લુક સામે આવ્યો હતો. ઘણી તસવીરોમાં ઐશ્વર્યા સાથે દીકરી આરાધ્યા પણ જોવા મળી રહી છે, તે પણ રેડ ગાઉન લુકમાં પોઝ આપી રહી છે. ઐશ્વર્યા અને આરાધ્યા આ રીતે પહેલીવાર કોઈ સ્ટેજ શેર કરી રહ્યાં છે.

App Store

ઘણા વર્ષોથી દીકરી આરાધ્યા પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ઇવેન્ટમાં ઐશ્વર્યા રાય બચ્ચન સાથે પહોંચે છે. પરંતુ આ વખતે આરાધ્યાનો અંદાજ સાવ અલગ જ જોવા મળ્યો. ઐશ્વર્યાના રેડ કાર્પેટ પર ચાલતા પહેલા આરાધ્યાએ પણ તેની સાથે પોઝ આપ્યા હતા. તે રેડ કલરના ગાઉનમાં જોવા મળી હતી. આ સાથે ઐશ્વર્યાની દીકરીએ રેડ કલરનો જ કેપ કેરી કર્યો હતો. ફેન્સ આરાધ્યાનો આ લુક જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.

ઐશ્વર્યા રાયનો વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ઘણા વીડિયોમાં જોઈ શકાય છે કે ઐશ્વર્યા રાય કાન્સ પહોંચી ગઈ છે. અહીંથી તેનો જે લુક સામે આવ્યો છે, તે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઐશ્વર્યા રાય બ્લુ ગાઉનમાં જોવા મળી રહી છે. તેણે પાછળથી પોતાના બંને હાથ પર દુપટ્ટો નાખ્યો છે. ઐશ્વર્યાએ જે હાર પહેર્યો છે તે ખૂબ જ સ્ટાઇલિશ છે અને તેની સુંદરતામાં વધારો કરી રહ્યો છે. આ સિવાય તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાંથી ઐશ્વર્યા રાય બચ્ચનનો બીજો આકર્ષક લુક પણ સામે આવી ગયો છે. તે આછા ગુલાબી રંગના ગાઉનમાં જોવા મળી હતી. આ પ્રસંગે દીકરી આરાધ્યા પણ સાથે જોવા મળી હતી. આ વખતે આરાધ્યાના લુકે ફેન્સને ચોંકાવી દીધા છે.