Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Indira Gandhi broke years-old relationship between Amitabh Bachchan and Gandhi family!

VIDEO: Indira Gandhiની આ એક માંગણીથી તૂટી ગયો Amitabh Bachchan અને ગાંધી પરિવારનો વર્ષો જૂનો સબંધ! 

Timeછેલ્લું અપડેટ : 24 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમિતાભ બચ્ચન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધીના કહેવા પર જ રાજકારણમાં આવ્યા હતા. જો કે, રાજકારણમાં તેમનો સિક્કો બહુ દિવસો સુધી ન ચાલ્યો અને તેમણે હંમેશને માટે રાજકારણ છોડી દીધું. પાછળથી બંને પરિવારોના સંબંધોમાં કડવાશ પણ આવી.

App Store

ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને રાજકારણ વચ્ચે વર્ષોથી ઊંડો સંબંધ રહ્યો છે. કેટલાય અભિનેતાઓએ નેતા બનીને રાજકારણમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. વળી, બચ્ચન પરિવાર અને ઇન્દિરા ગાંધીના પરિવાર વચ્ચેની દોસ્તી કોઈનાથી છુપી નથી. તેમની વચ્ચેના ગાઢ સંબંધો વર્ષો સુધી રહ્યા. એક સમય એવો હતો જ્યારે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને તેજી બચ્ચન બંને પાકી બહેનપણીઓ હતી, પરંતુ રાજીવ ગાંધીની હત્યા બાદ બંને પરિવાર વચ્ચે અંતર આવી ગયું હતું.

સત્તા ગઈ તો અંતર બનાવી લીધું

અમિતાભ બચ્ચન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવના કહેવા પર જ રાજકારણમાં આવ્યા હતા. જો કે, રાજકારણમાં તેમનો સિક્કો લાંબો સમય ન ચાલ્યો અને તેમણે હંમેશને માટે રાજનીતિથી કિનારો કરી લીધો. પાછળથી બંને પરિવારોના સંબંધોમાં ખટાશ પણ આવી અને તે સ્પષ્ટપણે જોવા પણ મળી, ખાસ કરીને ઇમરજન્સી પછી.

લગ્ન પહેલા દોઢ મહિના સુધી અમિતાભના ઘરે રહ્યા હતા સોનિયા

વર્ષ 1968માં જ્યારે સોનિયા ગાંધી પહેલીવાર ભારત આવ્યા હતા, ત્યારે દિલ્હી એરપોર્ટ પર તેમને રિસીવ કરવા ખુદ અમિતાભ બચ્ચન ગયા હતા. સોનિયા ગાંધી આશરે દોઢ મહિના સુધી બચ્ચન પરિવાર સાથે રહ્યા હતા. એટલું જ નહીં, સોનિયા ગાંધી તેજી બચ્ચનને પોતાની ત્રીજી માતા કહેવા લાગ્યા હતા.

રાજીવ ગાંધીની હત્યા બાદ બધું બદલાઈ ગયું

એક ઇન્ટરવ્યુમાં ખુદ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે રાજીવ ગાંધી સાથે લગ્ન કરતા પહેલા તેમના સાસુ ઇન્દિરા ગાંધીએ સલાહ આપી હતી કે તેઓ પહેલા બચ્ચન પરિવાર સાથે રહે, જેથી તેઓ ભારતની રહેણીકરણી શીખી શકે. આવું એટલા માટે હતું કારણ કે ઇન્દિરા ગાંધી અને તેજી બચ્ચન વચ્ચે ખૂબ જ ગાઢ દોસ્તી હતી. જો કે, મે 1991માં રાજીવ ગાંધીની હત્યા બાદ બચ્ચન પરિવાર અને ગાંધી પરિવાર વચ્ચે અંતર વધવા લાગ્યું.

આ કારણે આવ્યું હતું ગાંધી અને બચ્ચન પરિવાર વચ્ચે અંતર

પ્રખ્યાત લેખક અને પત્રકાર રશીદ કિદવઈ લખે છે કે મનભેદ તો ઇમરજન્સીના સમયે જ શરૂ થઈ ગયો હતો. ઇન્દિરા ગાંધીએ જ્યારે જનતાના ગુસ્સાને શાંત કરવા માટે વિચાર્યું કે બચ્ચન પરિવારને એક જાહેર સભામાં બોલાવવામાં આવે, તે સમયે તેજી બચ્ચને સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે આનાથી અમિતાભ બચ્ચનની ફિલ્મી કરિયર પર ખૂબ જ ખરાબ અસર પડશે. તેજી બચ્ચનની આ વાત ઇન્દિરા ગાંધીને એટલી ખરાબ લાગી કે ત્યારપછી જ બચ્ચન અને ગાંધી પરિવાર વચ્ચે અંતર વધવા લાગ્યું હતું.