28 વર્ષ બાદ ફરી સની દેઓલ સાથે સ્ક્રીન શેર કરશે આ એક્ટર!
સની દેઓલ અને અક્ષય ખન્ના આશરે 28 વર્ષ પછી સ્ક્રીન શેર કરવાના છે. છેલ્લે આ બંને

સની દેઓલ અને અક્ષય ખન્ના આશરે 28 વર્ષ પછી સ્ક્રીન શેર કરવાના છે. છેલ્લે આ બંને કલાકારો જે. પી. દત્તાની વોર ફિલ્મ 'Border'માં સાથે દેખાયા હતા. હવે તેઓ એક ઓટીટી પ્લેટફોર્મના પ્રોજેક્ટ 'ઈક્કા'માં સાથે દેખાશે.
Hollywood ફિલ્મનું કરવાનું હતું રુપાંતરણ
આ પ્રોજેક્ટનું દિગ્દર્શન સિદ્ધાર્થ પી. મલ્હોત્રા કરવાના છે. મૂળ તો એક Hollywood ફિલ્મનું ભારતીય રુપાંતરણ કરી આ ફિલ્મ બનાવવાની હતી. જોકે, સિદ્ધાર્થ પી. મલ્હોત્રાને સ્ક્રીપ્ટ પસંદ ન પડતાં હવે તેણે એક મૌલિક ભારતીય સ્ટોરી પરથી જ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. આ ફિલ્મ 2026માં રીલિઝ કરવાનું પ્લાનિંગ છે.
બંને એક્ટરને મળી છે સફળતા
સની દેઓલ તથા અક્ષય ખન્ના બંનેને પોતાની સેકન્ડ ઈનિંગમાં અણધારી સફળતા મળી છે. સનીએ 'Gaddar 2' સહિતની સફળ ફિલ્મો આપી છે જ્યારે અક્ષય ખન્ના 'Chhava' ફિલ્મથી ફરી લાઈમલાઈટમાં આવ્યો છે.






