મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

લક્ષ્ય-અનન્યાની ચાંદ મેરા દિલ વિશે કોઈ ચર્ચા નથી, રીલિઝ ડેટ પણ નક્કી નહીં

બોલિવૂડના ફેમસ ડિરેક્ટર કરણ જોહરના બેનર ધર્મા પ્રોડક્શનની

લક્ષ્ય-અનન્યાની ચાંદ મેરા દિલ વિશે કોઈ ચર્ચા નથી, રીલિઝ ડેટ પણ નક્કી નહીં

બોલિવૂડના ફેમસ ડિરેક્ટર કરણ જોહરના બેનર ધર્મા પ્રોડક્શનની ફિલ્મ 'ચાંદ મેરા દિલ'ની રીલિઝ ડેટ અંગે અનિશ્ચિતતા સેવાઈ રહી છે. 

લક્ષ્ય લાલવાણી છે ચર્ચામાં

આ ફિલ્મ વિશે હાલ ઉત્સુકતા જાગવાનું કારણ એ છે  કે ફિલ્મનો હિરો લક્ષ્ય લાલવાણી આર્યન ખાનની વેબ સીરિઝ 'ધી બેડ્સ ઓફ બોલીવૂડ'થી ફરી ચર્ચામાં આવ્યો છે. તેની પાસે જાહ્નવી અને ટાઈગરની 'લગ જા ગલે' ઉપરાંત વિક્રાંત મૈસી સાથેની 'દોસ્તાના ટુ' જેવી ફિલ્મો પણ છે. 

ફિલ્મની રીલિઝ ડેટ વિશે કોઈ જાહેરાત ના થઈ

'ચાંદ મેરા દિલ'ની જાહેરાત ગત વર્ષે કરાઈ હતી, ત્યારે જાણવા મળ્યું હતુ કે આ ફિલ્મ 2025માં રીલિઝ કરી દેવાશે. પરંતુ, હવે 2025ના સમાપનને અઢી મહિના જ બાકી છે તો પણ આ ફિલ્મની રીલિઝ ડેટ વિશે કોઈ જાહેરાત થઈ નથી. થોડા સમય પહેલાં જ લક્ષ્ય લાલવાણી અને અનન્યા પાંડે આ ફિલ્મ માટે હૈદરાબાદ  ચાર મિનાર પાસે શૂટિંગ કરી રહ્યાં હોવાના વિડીયો વાયરલ થયા હતા. જોકે, તે સિવાય આ ફિલ્મ વિશે કોઈ અપડેટ સામે આવ્યું નથી. 

આ સમાચાર શેર કરો