મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

ઓસ્કરમાં મોકલેલ ભારતીય ફિલ્મ "Homebound" દર્શકોને લાગી નીરસ!

Bollywoodમાં એક માન્યતા છે કે, જે ફિલ્મ દેશી-વિદેશી ફિલ્મ ફેસ્ટિવલોમાં ચાલે

ઓસ્કરમાં મોકલેલ ભારતીય ફિલ્મ "Homebound" દર્શકોને લાગી નીરસ!

Bollywoodમાં એક માન્યતા છે કે, જે ફિલ્મ દેશી-વિદેશી ફિલ્મ ફેસ્ટિવલોમાં ચાલે તે ટિકિટબારી પર ભાગ્યે જ ચાલતી હોય છે. જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટરની ફિલ્મ 'Homebound'માં આ વાત ફરી પુરવાર થઈ છે. 

આ ફિલ્મ થિયેટરમાં બે દિવસમાં માંડ 80 લાખની કમાણી કરી શકી છે. આ ફિલ્મને ભારત દ્વારા ઓસ્કર એવોર્ડ માટે સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલવામાં આવી છે. પરંતુ, સામાન્ય દર્શકોને આ ફિલ્મ બહુ નીરસ લાગી છે. 

સારા દિગ્દર્શકનું સર્જન હોવા છતાં દર્શકોને ના આકર્ષી શકી

કરણ જોહર જેવા બોલીવૂડના ખેરખાંએ પ્રોડયૂસ કરી હોવા છતાં અને નીરજ ઘાયવાન જેવા કાબેલ દિગ્દર્શકનું સર્જન છતાં આ ફિલ્મ પ્રેક્ષકોને જરા પણ આકર્ષી શકી નથી. છેલ્લા બે દિવસથી તેના શોમાં થિયેટર્સમાં માંડ 10%  પ્રેક્ષકો નોંધાયા છે. 

મુંબઈ જેવાં સેન્ટરમાં જ્યાં આર્ટ ફિલ્મોનું ઓડિયન્સ છે ત્યાં પણ આ ફિલ્મ જોવા કોઈ ફરક્યું નથી. ગણ્યાગાંઠયા સમીક્ષકોએ ફિલ્મને વખાણી છે બાકી સામાન્ય જનતાને તે પસંદ પડી નથી. 

આ સમાચાર શેર કરો