Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Vijay Thalapathy lives a luxurious lifestyle! You will also be amazed to know his net worth.

Vijay Thalapathy જીવે છે Luxurious લાઈફસ્ટાઈલ! નેટવર્થ જાણી તમે પણ રહી જશો દંગ

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Vijay Thalapathy જીવે છે Luxurious લાઈફસ્ટાઈલ! નેટવર્થ જાણી તમે પણ રહી જશો દંગ
સોર્સ : GSTV

અભિનેતામાંથી નેતા બનેલા અને કરોડો લોકોના દિલો પર રાજ કરતા વિજય થલાપતિની પોલિટિકલ રેલીમાં શનિવારે નાસભાગ થવાથી 39 જેટલા લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાને લઈને વિજય થલાપતિએ દુઃખ પણ વ્યક્ત કર્યું છે. 

App Store

વિજયે કહ્યું, "આ સમયે, તમારા પરિવારના સભ્ય તરીકે, મારી ફરજ છે કે હું તમારી સાથે, મારા સંબંધીઓ સાથે, પૂરા દિલથી ઊભો રહીશ. ઉપરાંત, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ઘાયલ અને સારવાર લઈ રહેલા બધા સંબંધીઓ જલ્દી સ્વસ્થ થઈ જાય અને ઘરે પાછા ફરે. હું તમને ખાતરી પણ આપું છું કે, અમારા TVK ના સભ્યો સારવાર લઈ રહેલા અમારા બધા સંબંધીઓને શક્ય તેટલી મદદ કરશે." આ ઉપરાંત વિજયે ભાગદોડમાં મૃત્યુ પામેલા લોકો માટે 20 લાખ રૂપિયાની જાહેરાત કરી છે

જાણો, કેમ વિજયે રાજકારણમાં મુક્યો પગ

વિજય થલાપતિ સાઉથના ખૂબ જાણીતા અને સારો એવો ફેનબેઝ ધરાવતા એક્ટર છે. તેમણે તેમની સ્ટાઈલ અને વખાણવાલાયક કલાકારીથી લોકોના દિલો પર રાજ કર્યું છે. સારી સારી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવ્યા પછી વિજયે પૂર્ણ રીતે રાજનિતિમાં પ્રવેશ કર્યો. 

વર્ષ 2024માં વિજય થલાપતિએ TVK એટલે કે Tamilaga Vettri Kazhagam નામની પોતાની એક અલગ પાર્ટી બનાવી હતી. સ્વચ્છ રાજકારણ પ્રત્યે TVKની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરતા, વિજયે ભ્રષ્ટાચાર મુક્ત, પારદર્શક અને જવાબદાર સરકાર સ્થાપિત કરવાની પ્રતિજ્ઞા લીધી. તેમણે પક્ષના કાર્યકરોને પ્રામાણિક રહેવા, લાંચનો ઇનકાર કરવા અને સાચી સેવા દ્વારા જનતાનો વિશ્વાસ જીતવા વિનંતી કરી. જેમાં તેને પોતાના મોટા ફેનબેઝને કારણે સફળતા પણ મળી રહી છે. 

વિજય થલાપતિ છે Luxury carsના શોખીન

ચેન્નઈમાં વિજયના ઘરની કિંમત જાણી તમે પણ દંગ રહી જશો. વિજયનું ઘર કોઈ બોલિવુડ કે હોલિવુડના એક્ટરને ટક્કર આપે એવું છે. તેના આ ઘરમાં હાઈટેક સિક્યોરિટિ સાથે આલિશાન ઈન્ટેરિયર છે જે હોલિવુડ એક્ટર ટોમ ક્રૂઝને પણ આપે છે ટક્કર. તેના આ ઘરની કિંમત 70 કરોડ છે. 

GSTV

વિજયને Luxury કારનો પણ ખૂહ શોખ છે. તેમણે આવી Luxury કારનું કલેક્શન પણ કર્યું છે. તેમની પાસે હાલ 7 કરોડની કિંમત ધરાવતી Rolls-Royce Ghost છે જે કારની કેટેગરીમાં ફિચર્સમાં પણ વખાણાય છે. આની સાથે જ વિજયે Lexus LM 350h, an Audi A8, BMW X6, Maserati Indy જેવી Luxurious કારનું કલેક્શન કર્યું છે. આ કલેક્શન પરથી જાણી શકાય છે કે વિજય કેટલા સ્ટાઈલિશ અને શોખીન છે. 

શું છે વિજયની નેટ વર્થ?

એક્ટર વિજય થલાપતિ તેની દરેક ફિલ્મો માટે 100થી 120 કરોડ જેટલી ફિ ચાર્જ કરે છે. તેઓને આટલી રકમ તેની સ્ટાઈલ અને કલાકારીને કારણે મળે છે. અને તેમણે સાઉથમાં ઘણી બધી હિટ ફિલ્મો પણ આપી છે. તેની સાથે સાથે તેઓ મોટી મોટી બ્રાન્ડ્સની જાહેરાતોમાં પણ કામ કરે છે જેથી તેમની ઈન્કમમાં પણ સારો એવો વધારો થાય છે. 

વિજયની સ્ટાઈલિશ એક્ટિંગ અને હિટ ફિલ્મોને કારણે જ તેમનની નેટવર્થ 600 કરોડ જેટલી છે. અને તેમનો માત્ર તમિલનાડુ જ નહી પરંતુ પૂરા ભારતના સૌથી અમિર કલાકરમાં સમાવેશ થાય છે.