Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : "Sethupathi pretends to be a saint",

"સેતુપતિ પોતે સંત-માણસ હોવાનો ડોળ આચરે છે", Vijay Sethupathi પર મુકાયો આરોપ

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2025
લાઇવ ટીવીGoogle News
"સેતુપતિ પોતે સંત-માણસ હોવાનો ડોળ આચરે છે", Vijay Sethupathi પર મુકાયો આરોપ
સોર્સ : GSTV

ભારતભરમાં લોકપ્રિય મૂળ સાઉથના ટોચના સ્ટાર Vijay Sethupathiની નવી ફિલ્મ 'થલાઈવાન થલાઈવી' રિલીઝ થવાની છે તેવામાં વિજય પર આકરા આરોપ લગાવવામાં આવ્યા છે. કાસ્ટિંગ કાઉચે Vijay Sethupathi પર આરોપો લગાવ્યા છે. પરંતુ એક્ટરે આ આરોપોને  ફગાવી દીધા છે. 

App Store

શું કહ્યું Vijay Sethupathi?

Vijayએ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા કરાયેલા આક્ષેપોના સંદર્ભમાં પોતે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હોવાનું જણાવ્યું છે, આ ઉપરાંત તેણે આરોપોના વળતા જવાબમાં કહ્યું કે, તેની નવી ફિલ્મ 'થલાઈવાન થલાઈવી' રીલિઝ થવાની છે તે પહેલાં તેની પ્રતિષ્ઠા ધૂળધાણી કરવા માટે કોઈએ ઈર્ષાવશ આવા આક્ષેપોનું કાવતરું ઘડયું છે. આ સહિત તેણે કહ્યું હતું કે, "મને ઈન્ડસ્ટ્રીમાં થોડું પણ જાણનારી કોઈપણ વ્યક્તિ આવા આરોપોને હસી કાઢશે. આ પ્રકારની  ગંદકી ફેલાવવાથી હું અપસેટ થવાનો નથી. સંબંધિત મહિલા પ્રસિદ્ધિ પામવા માટે આવું કરી રહી હોવાનું જણાય છે. ભલે તે થોડા સમય માટે પ્રસિદ્ધિ ભોગવી લે."

Vijay પર શું હતો આરોપ?

રામ્યા મોહન નામના એક સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી થયેલી પોસ્ટમાં Vijay Sethupathi પર કાસ્ટિંગ કાઉચના આરોપો મૂકવામાં આવ્યા હતા. તેમાં જણાવાયું હતું કે, Vijay Sethupathi પોતે સંત-માણસ હોવાનો ડોળ આચરે છે પરંતુ એક યુવતીને તેણે કેરેવાનમાં મનપસંદ બાબતો કરવા દેવા માટે 2 લાખ ઓફર કર્યા હતા.