મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

Tehran થિયેટરની જગ્યાએ OTT પર રિલીઝ! જાણો Johnએ શું આપ્યું બહાનું

John Abrahamની 'તહેરાન' ફિલ્મ ડાયરેક્ટ ઓટીટી પર રિલીઝ થઈ રહી છે. જેને લઈ સૌ કોઈના મનમાં સવાલ ઉભા થઈ રહ્યા છે. જ્

Tehran થિયેટરની જગ્યાએ OTT પર રિલીઝ! જાણો Johnએ શું આપ્યું બહાનું

John Abrahamની 'તહેરાન' ફિલ્મ ડાયરેક્ટ ઓટીટી પર રિલીઝ થઈ રહી છે. જેને લઈ સૌ કોઈના મનમાં સવાલ ઉભા થઈ રહ્યા છે. જ્યારે,  આ માટે John Abrahamએ એવું બહાનું કાઢ્યું છે કે થિયેટર્સ વાળાને ડર લાગ્યો હોવાથી આ ફિલ્મ તેઓ દર્શાવી નથી રહ્યા, અને તે ડાયરેક્ટ OTT પર રિલીઝ થઈ રહી છે.

શું કહ્યું John Abrahamએ?

John Abraham તેની ફિલ્મ 'Tehran'ને લઈ કહ્યું કે, 'થિયેટરવાળા તેની આ ફિલ્મ દર્શાવવામાં ડરે છે કારણ કે, આ ફિલ્મ ઈઝરાયેલ-ઈરાનને લગતી છે. આથી, નાછૂટકે આ ફિલ્મ ઓટીટી પર રીલિઝ કરવી પડી છે.' Johnએ એવો પણ દેખાવ  કર્યો હતો કે પોતાને પણ ફિલ્મ ડાયરેક્ટ OTT પર રિલીઝ થઈ રહી છે તે ગમ્યું નથી. આ નિર્ણયથી તે નિરાશ થયો છે. પરંતુ, આ સિવાય કોઈ વિકલ્પ રહ્યો  ન હતો.

શું છે ખરેખર કારણ?

કદાચ આ ફિલ્મનું ડાયરેક્ટ OTT પર રિલીઝ કરવાનું કારણ એ પણ હોય શકે કે, ટ્રેડ વર્તુળોમાં ચર્ચા મુજબ હાલ ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે હિંદી ફિલ્મોનું રીલિઝ કેલેન્ડર એકદમ ભરચક છે અને તેના કારણે આ ફિલ્મ થિયેટરમાં આવે તો પૂરતાં સ્ક્રીન મળશે કે કેમ તેવી શંકા હતી. વધુમાં, આ પ્રકારની ફિલ્મોનું ઓડિયન્સ બહુ મર્યાદિત રહેતું હોવાથી તેની સફળતા અંગે પણ શંકા સેવાતી હતી. 

આ સમાચાર શેર કરો