પંજાબની એક મસ્જિદમાં સોનમ બાજવાએ કરી આપત્તિજનક શૂટિંગ, ધરપકડની માંગ
તાજેતરમાં રિલીઝ થયેલી 'એક દિવાનેકી દિવાનિયત' ફિલ્મની હિરોઈન અને પંજાબી અભિન

તાજેતરમાં રિલીઝ થયેલી 'એક દિવાનેકી દિવાનિયત' ફિલ્મની હિરોઈન અને પંજાબી અભિનેત્રી સોનમ બાજવા હાલ મુસીબતમાં મુકાઇ ગઇ છે. તે પોતાની આવનારી ફિલ્મ પીટ સ્યાપાનુ શૂટિંગ એક મસ્જિદમાં કરી રહી હતી ત્યારે વિવાદ ઊભો થયો હતો.
મસ્જિની અંદર શૂટિંગ કરવા પર પ્રતિંબંધ
પંજાબના શાહી ઇમામે મસ્જિદની અંદર શૂટિંગ કરવા માટે ધાર્મિક ઠેસ પહોંચાડી હોવાની ફરિયાદ કરી છે. એટલું જ નહીં આ મસ્જિની અંદર શૂટિંગ કરવા પર પ્રતિંબંધ હોવાનું પણ જણાવ્યું હતું. આ બાબતે અભિનેત્રી અને ફિલ્મની ટીમ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.
અહીં શૂટિંગ કરવું એ ચોંકાવનારું કાર્ય
ફરિયાદમાં એમ પણ જણાવામાં આવ્યું હતું કે, આ મસ્જિદ ભગત સાધનાના નામ પર બનાવવામાં આવી હતી. જેનું સિખ અને મુસ્લિમના બંને સમુદાયો સમ્માન કરે છે. અહીં શૂટિંગ કરવું એ ચોંકાવનારું કાર્ય છે. અને એની પવિત્રતાનું ઉલ્લઘંન છે.
ટીમ પર કાર્યવાહી કરવાની માંગણી
શૂટિંગ મસ્જિદમાં રાત્રીના સમયે કરવામાં આવ્યું હતું. તેમજ અંદર ખાણીપીણી પણ થઇ હતી. આ ધાર્મિક મર્યાદાની વિરુદ્ધ છે. મસ્જિદની બહાર શૂટિંગ પર પ્રતિબંધ હોવાનું પણ લખવામાં આવ્યું હોવા છતાં પણ શૂટિંગ કરી હોવાથી ટીમ પર કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
આ માટે ઇમામે અભિનેત્રી અને ફિલ્મની સંપૂર્ણ ટીમ વિરુદ્ધ એકશનની માંગણીની સાથે-સાથે પોલીસમાં ફરિયાદ પણ કરી દીધી છે.








