મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

Sholay 50 વર્ષ: Steven Spielbergની આ ફિલ્મ જેવી જ છે સ્ટોરી

આ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ યોજાવાનો છે. જેમાં વિશ્વની

Sholay 50 વર્ષ: Steven Spielbergની આ ફિલ્મ જેવી જ છે સ્ટોરી

આ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ યોજાવાનો છે. જેમાં વિશ્વની ક્લાસિક ફિલ્મોને દર્શાવીને સમ્માનિત કરવામાં આવશે. જેમાં ભારતની Sholay અને હોલીવૂડની Steven Spielbergની Jaws છે એક શાર્ક  વિશે છે. જેણે એક તટીય શહેર પર આંતક કર્યો હતો. જ્યારે Sholayમાં પણ એક ગામને આતંકિત કરવા માટે ગબ્બર સિંહનું પાત્ર મુકવામાં આવ્યું હતું.

Sholay અને Jaws બંને વચ્ચે સમાનતા

જાવેદ અખ્તરે આ સમ્માનની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, 'તમે બન્ને ફિલ્મો વચ્ચે એક સમાનતા શોધી કાઢી છે, જે છે શાર્ક અને ગબ્બર. વાસ્તવમાં ફિલ્મ ફેસ્ટિવલમાં  Jaws સાથે Sholay પણ સામેલ થવાની છે. બન્ને ફિલ્મો પ્રતિષ્ઠિત છે અને બન્નેને 50 વર્ષ પુરા થાય છે.

બંને ફિલ્મને 50 વર્ષ પૂર્ણ

Sholay 14 ઓગસ્ટ 1975માં રિલીઝ થઇ હતી, જ્યારે Jaws 20 જુન 1975ના રોજ રિલીઝ થઇ હતી. બન્ને ફિલ્મોએ ન ધારેલી જબરદસ્ત સફળતા મેળવી હતી અને આજે પણ આ ફિલ્મોને અત્યાર સુધીની સૌથી પ્રભાવશાળી ફિલ્મો માનવામાં આવે છે. 

આ સમાચાર શેર કરો