મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

ડીપ-નેક ગાઉનમાં આકર્ષક અને અદ્દભૂત પોઝ આપતી જોવા મળી રૂપાલી ગાંગુલી

ટીવી શો "અનુપમા"થી ઘર-ઘરમાં જાણીતી થયેલી રૂપાલી ગાંગુલી હાલ ચર્ચામાં છે

ડીપ-નેક ગાઉનમાં આકર્ષક અને અદ્દભૂત પોઝ આપતી જોવા મળી રૂપાલી ગાંગુલી

ટીવી શો "અનુપમા"થી ઘર-ઘરમાં જાણીતી થયેલી રૂપાલી ગાંગુલી હાલ ચર્ચામાં છે. તેની તસવીરો વાયરલ થઈ છે. જેમાં તે ગ્લેમરસ જોવા મળી રહી છે. તેણે ડીપ-નેક ગાઉનમાં આકર્ષક અને અદ્દભૂત પોઝ આપ્યા છે. રૂપાલીએ સોશિયલ મીડિયા પર તેના તાજેતરના ફોટોશૂટના આ ફોટા શેર કર્યા છે. જેમાં તે બોલિવડની ગ્લેમરસ અભિનેત્રી જેવા લુકમાં જોવા મળી રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા ફોટો

રૂપાલી ગાંગુલીએ આ ફોટા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. આ ફોટામાં તે ફ્લોર-લેન્થ ગાઉનમાં જોવા મળી રહી છે. જેમાં તેના ખુલ્લા વાંકડિયા વાળ, ગ્લોસી મેકઅપ અને મેચિંગ ઇયરિંગ્સ જોવા મળે છે. આમાંના કેટલાક ફોટામાં રૂપાલી કાળા કૂતરા સાથે પોઝ આપતી જોવા મળી હતી, જે ઘણીવાર તેના સેટ પર જોવા મળે છે. રૂપાલીએ આ ફોટા એક ખાસ કેપ્શન સાથે શેર કર્યા હતા.

જણાવી દઈએ કે, રૂપાલી ગાંગુલી ઘણા વર્ષોથી ટીવી પર આવતા "અનુપમા" શોમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. આ શોથી તેને ખૂબ જ ખ્યાતિ મેળવી છે.

આ સમાચાર શેર કરો