મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

કલ્કિ 2898 એડી 2 માં આલિયા ભટ્ટને લેવા માટેના પ્રયાસો શરૂ

નાગ અશ્વિનના ડાયરેકશનમાં બની રહેલી કલ્કિ 2898 એડી 2 માંથી દીપિકા પદુકોણને દૂર કરવામાં આવી હતી. ત્યા

કલ્કિ 2898 એડી 2 માં આલિયા ભટ્ટને લેવા માટેના પ્રયાસો શરૂ

નાગ અશ્વિનના ડાયરેકશનમાં બની રહેલી કલ્કિ 2898 એડી 2 માંથી દીપિકા પદુકોણને દૂર કરવામાં આવી હતી. ત્યારથી આ ફિલ્મ માટે નવી અભિનેત્રીની શોધ ચાલુ હતી. તેવામાં હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે, હવે આ મુખ્ય રોલ માટે આલિયા ભટ્ટને લેવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. જોકે અભિનેત્રી પાસે ઘણી ફિલ્મો હોવાથી તે બેક ટુ બેક શૂટિંગમાં વ્યસ્ત હોવાની શક્યતા પૂરી છે. તેથી તે કલ્કિ 2898 એડી 2 માટે તારીખો ફાળવી શકશે કે નહીં તે અંગે પ્રશ્રાર્થ છે. 

જો આલિયા હા પાડે તો

જોકે સત્તાવાર રીતે ફિલ્મની ટીમ તરફથી કોઇ જાણકારી આપવામાં આવી નથી. જો સમુસૂથરુ પાર પડશે તો આલિયા ભટ્ટ પ્રભાસ સાથે પ્રથમ વખત સ્ક્રીન શેર કરશે. જ્યારે અમિતાભ બચ્ચન સાથે બ્રહ્માસ્ત્ર પછીની બીજી ફિલ્મ હશે. તો નાગ અશ્વિન સાથે પ્રથમ વખત કામ કરશે. 

એક રિપોર્ટના અનુસાર, ડાયરેકટર નાગ અશ્વિનની ફિલ્મ કલ્કિ 2898 એડીના બીજા ભાગમાં દીપિકા પદુકોણવાળા રોલમાં ફિલ્મસર્જકે આલિયા ભટ્ટને કાસ્ટ કરવાનો વિચાર કર્યો છે. જોકે તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. 

આ સમાચાર શેર કરો