મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

રૂબિના દિલૈકને હતી દારૂ પીવાની લત, અભિનેત્રીએ જાતે જ મોટો ખુલાસો કર્યો

ટીવી અભિનેત્રી રૂબિના દિલૈક હાલ તો પોતાની બે દિકરીઓ અને પતિ તેમજ પરિવાર સાથે

રૂબિના દિલૈકને હતી દારૂ પીવાની લત, અભિનેત્રીએ જાતે જ મોટો ખુલાસો કર્યો

ટીવી અભિનેત્રી રૂબિના દિલૈક હાલ તો પોતાની બે દિકરીઓ અને પતિ તેમજ પરિવાર સાથે ખુશ છે પણ થોડા વર્ષો પહેલા તે દારૂ પીતી હતી, એવો ખુલાસો હાલમાં તેણે સોશિયલ મીડિયા પર કર્યો છે. જોકે, હવે તેણે આ આદત છોડી દીધી છે.

સોશિયલ મીડિયા પર કહી આ વાત

રૂબીના દિલૈકે કરવા ચોથના અવસર પર તેના પતિ અભિનવ શુક્લા માટે એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટની સાથે, રૂબીનાએ એક લાંબી નોટ પણ લખી હતી, જે હવે ચર્ચામાં છે. જેમાં રૂબીનાએ લખ્યું હતુ કે, "મારા માટે, કરવા ચોથ ફક્ત એક પરંપરા નથી, તે પ્રેમમાં મારી શ્રદ્ધાની ઉજવણી કરવાનો એક માર્ગ છે. ઉપવાસ કરીને, હું મારી જાતને યાદ અપાવું છું કે મારી પાસે કોફી, વધુ પડતું ખાવાનું, વધુ પડતું વિચારવું, વધુ પડતું કામ કરવું અને પરિણામોને નિયંત્રિત કરવા જેવી મારી ખામીઓને દૂર કરવાની ક્ષમતા છે."

પાંચ વર્ષથી દારૂ પીધો નથી - રૂબીના

અભિનેત્રીએ આગળ લખ્યું કે, "મેં પાંચ વર્ષ પહેલાં દારૂ પીવાનું છોડી દીધું હતું. મેં ક્યારેય ધૂમ્રપાન કર્યું નથી કે કોઈ ડ્રગ્સનો ઉપયોગ કર્યો નથી. આજે હું ઉપવાસ કરું છું, ધ્યાન કરું છું અને પ્રાર્થના કરું છું જેથી હું મારા પતિ માટે વધુ સારી જીવનસાથી બની શકું." ચાહકો અભિનેત્રીની આ પોસ્ટ વાંચ્યા પછી તેની પ્રશંસા કરી રહ્યા છે. 

આ સમાચાર શેર કરો