અજય દેવગનની ફિલ્મ 'દે દે પ્યાર દે-2'ની જાહેરાત, નવેમ્બરમાં રીલિઝ થવા તૈયાર
અજય દેવગનની વધુ એક ફ્રેન્ચાઈઝી રીલિઝ થવાના આરે ઉભી છે. ફિલ્મ 'દે દે પ્યાર દે-2' આગામ

અજય દેવગનની વધુ એક ફ્રેન્ચાઈઝી રીલિઝ થવાના આરે ઉભી છે. ફિલ્મ 'દે દે પ્યાર દે-2' આગામી નવેમ્બરમાં રીલિઝ થવાની છે. આ ફિલ્મમાં રકૂલ પ્રીત સિંહ તેની કો-સ્ટાર છે. રકૂલ અજય દેવગણ કરતાં 21 વર્ષ નાની છે. ફિલ્મમાં આર માધવન સહિતના અન્ય કલાકારો પણ છે. જણાવી દઈએ કે, મૂળ ફિલ્મ એટલે કે 'દે દે પ્યાર દે' 2019માં રીલિઝ થઈ હતી. તે પછી તેની ફ્રેન્ચાઈઝી ફિલ્મ છ વર્ષે રીલિઝ થઈ રહી છે.
રીલિઝ ડેટ લંબાઈ
આ ફિલ્મ મૂળ તો ગયા મે મહિનામાં જ રીલિઝ થઈ જવાની હતી. પરંતુ તેનો ડાયરેક્ટર અંશુલ શર્મા શૂટિંગની અધવચ્ચે જ માંદો પડી ગયો હતો. આથી પંજાબ શૂટિંગ કરવા ગયેલાં સમગ્ર યુનિટે મુંબઈ પાછા આવી જવાની ફરજ પડી હતી. શૂટિંગ પાછળ ઠલવાઈ જતાં તેની અસર પોસ્ટ પ્રોડક્શન વર્ક પર પણ પડી હતી. હવે આ ફિલ્મ છેવટે આગામી નવેમ્બરમાં રીલિઝ કરવાની જાહેરાત કરાઈ છે.
ફિલ્મમાં જોવા મળશે નવા પાત્રો
આ વખતે ફિલ્મમાં રકુલ પ્રીતના માતા-પિતાના પાત્રો ઉમેરવામાં આવ્યા છે. જેમાં આર માધવન તેના પિતાની ભૂમિકા ભજવશે. રામ કપૂરની પત્ની અભિનેત્રી ગૌતમી કપૂર, રકુલની માતાની ભૂમિકામાં જોવા મળશે. આ વખતે અજયની ઓન-સ્ક્રીન પુત્રી, અભિનેત્રી ઇશિતા દત્તા પણ આ ફિલ્મમાં જોવા મળશે. પાછલી ફિલ્મની જેમ આ વખતે પણ જાવેદ જાફરી ફિલ્મમાં સામેલ છે. તેમની સાથે તેમનો દીકરો મીઝાન જાફરી પણ છે, જે પોસ્ટરમાં રકુલ પ્રીતના પાત્ર આયેશાનો પ્રેમી જોવા મળી રહ્યો છે.








