Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : rashmika-mandanna-birthday-allu-arjun-starrer-pushpa-2-the-rule-makers-intriguing-poster-of-srivalli-gujarati-news/

Rashmika Mandanna/ અભિનેત્રીના જન્મદિવસે ફેન્સને મળી ગીફ્ટ, 'Pushpa 2: The Rule'નો ફર્સ્ટ લુક થયો રિલીઝ

Timeછેલ્લું અપડેટ : 05 Apr 2024
લાઇવ ટીવીGoogle News
Rashmika Mandanna/ અભિનેત્રીના જન્મદિવસે ફેન્સને મળી ગીફ્ટ, 'Pushpa 2: The Rule'નો ફર્સ્ટ લુક થયો રિલીઝ

અભિનેત્રી રશ્મિકા મંદાન્ના આજે પોતાનો 28મો જન્મદિવસ ઉજવી રહી છે. આ અવસર પર તેને ચાહકોને એક ગીફ્ટ આપી છે. 'Pushpa 2: The Rule'ના મેકર્સે રશ્મિકાનો પહેલો લુક રિલીઝ કર્યો છે, જે ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. Pushpa 2: The Ruleમાં રશ્મિકા શ્રીવલ્લીના પાત્રમાં જોવા મળશે.

App Store

 Pushpa 2ના અધિકારિક એક્સ હેન્ડલથી ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરતા મેકર્સે લખ્યું, શ્રીવલ્લી ઉર્ફ રશ્મિકાને જન્મદિવસની શુભકામનાઓ. Pushpa 2: The Ruleનું ટીઝર 8મી એપ્રિલે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ 15 ઓગષ્ટ 2024ના રોજ દુનિયાભરમાં રિલીઝ થશે.

https://x.com/PushpaMovie/status/1776121887279763790

પોસ્ટરમાં રશ્મિકા શ્રીવલ્લીના પાત્રમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. લીલા રંગની સાડીમાં રશ્મિકાનો લુક ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. માથામાં કંકુ, આંખોમાં કાજલ અને ઘરેણા સાથે શ્રીવલ્લી ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. તેના આ લુકને ફેન્સ પસંદ કરી રહ્યાં છે.

જણાવી દઈએ કે Pushpa 2: The Rule 2021માં આવેલી Pushpa 2: The RISEની સીક્વલ છે. ફિલ્મમાં અલ્લુ અર્જુન મુખ્ય ભૂમિકામાં છે. રશ્મિકા અલ્લુ અર્જૂનની અપોઝિટ જોવા મળી હતી. ફિલ્મમાં ફહદ ફાસિલ પણ મુખ્ય પાત્રમાં જોવા મળ્યા હતા. શ્રીવલ્લીના લુક પહેલા મેકર્સે ફિલ્મના ટીઝર રિલીઝની તારીખની પણ જાહેરાત કરી હતી. જે અલ્લુઅર્જુનના જન્મદિવસે એટલે કે 8 એપ્રિલના દિવસે રિલીઝ કરવામાં આવશે. 

ગયા વર્ષે બ્લોકબસ્ટર 'એનિમલ'માં જોવા મળ્યા બાદ રશ્મિકા આ ​​વર્ષે ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળવાની છે. હાલમાં તે ફિલ્મ 'ધ ગર્લફ્રેન્ડ'નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન રાહુલ રવિન્દ્રન કરી રહ્યા છે. આ સિવાય રશ્મિકા પણ પહેલીવાર ધનુષ સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહી છે. તે ફિલ્મ 'કુબેર'માં જોવા મળશે. ફિલ્મમાં નાગાર્જુન અક્કીનેની મહત્ત્વની ભૂમિકામાં છે.