મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'ચોરી ચોરી' પર આધારિત હશે રણબીર-દીપિકાની નવી ફિલ્મ, ડાયરેક્ટ કરશે અયાન મુખર્જી

મીડિયા રિપોર્ટ પ્રમાણે દીપિકા પદુકોણે થોડા દિવસો પહેલાં જ સંકેત આ

'ચોરી ચોરી' પર આધારિત હશે રણબીર-દીપિકાની નવી ફિલ્મ, ડાયરેક્ટ કરશે અયાન મુખર્જી

મીડિયા રિપોર્ટ પ્રમાણે દીપિકા પદુકોણે થોડા દિવસો પહેલાં જ સંકેત આપ્યો હતો કે તે રણબીર કપૂૂર સાથે એક રોમકોમ ફિલ્મ કરવાની છે. હવે જાણવા મળ્યું છે કે, આ એ જ ફિલ્મ હશે જેનાથી રણબીર કપૂર તેના દાદા રાજ કપૂરનું આર કે બેનર રિવાઈવ કરી રહ્યો છે. વધુમાં આ ફિલ્મ રાજ કપૂર અને  નરગિસની ક્લાસિક ફિલ્મ 'ચોરી ચોરી' પર આધારિત હશે, તેવી વાત સામે આવી છે.

ઉલ્લેખનીય છે કે, મૂળ 'ચોરી ચોરી '  ફિલ્મ પણ વાસ્તવમાં હોલીવૂડની એક ફિલ્મ 'ઈટ હેપન્ડ વન નાઈટ'નું ભારતીય રુપાંતર જ હતી. આ જ વાર્તા પરથી આમિર ખાન અને પૂજા ભટ્ટની 'દિલ હૈ કિ માનતા નહિ' પણ બની ચૂકી છે. 

ફિલ્મનો ડાયરેક્ટર હશે અયાન મુખર્જી

જોકે, એવો  દાવો થઈ રહ્યો છે કે રણબીર કપૂર અને દીપિકા પદુકોણની નવી ફિલ્મનો ડાયરેક્ટર અયાન મુખર્જી હશે, તે 'ચોરી ચોરી'ની મૂળ વાર્તાનો સહારો લઈ તેને આધુનિક સંદર્ભમાં ઢાળવાનો પ્રયાસ કરવાનો છે. થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક ચાહકે રણબીર અને દીપિકાની જોડી ફરી ફિલ્મી પડદે આવવી જોઈએ તેવી ડિમાન્ડ મૂકી હતી. દીપિકા પદુકોણે તેને લાઈક કરીને અનુમોદન આપ્યું હતું. એવું મનાય છે કે ફિલ્મની જાહેરાત પૂર્વે સોશિયલ મીડિયા સ્ટ્રેટેજી રુપે જ આ સંકેત આપવામાં આવ્યો હતો.

બંને કલાકારોની આગામી ફિલ્મ

રણબીર કપૂરની આગામી ફિલ્મોમાં સંજય લીલા ભણસાલીની "લવ એન્ડ વોર" સામેલ છે, જેમાં વિકી કૌશલ અને આલિયા ભટ્ટ પણ જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે ઓગસ્ટમાં રિલીઝ થશે. તેની પાસે નિતેશ તિવારીની મોટી ફિલ્મ "રામાયણ" પણ છે. બીજી તરફ દીપિકા આગામી એટલીની ફિલ્મમાં જોવા મળશે, જેમાં અલ્લુ અર્જુન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું શીર્ષક હજુ નક્કી થયું નથી. તે હાલમાં શાહરૂખ ખાનની "કિંગ" પર કામ કરી રહી છે, જે આવતા વર્ષે સિનેમાઘરોમાં આવશે.

આ સમાચાર શેર કરો