Prakash Raj ઈડી સમક્ષ થયા હાજર, બેટિંગ એપ સાથે જોડાયેલો છે મામલો
સિનિયર અભિનેતા પ્રકાશ રાજ બુધવારે સટ્ટાબાજી એપના કેસમાં પોતાનું નિવેદન નોંધાવવા માટે ઈડી સમક

સિનિયર અભિનેતા પ્રકાશ રાજ બુધવારે સટ્ટાબાજી એપના કેસમાં પોતાનું નિવેદન નોંધાવવા માટે ઈડી સમક્ષ હાજર થયા હતા. બોલિવૂડથી લઈને સાઉથની ફિલ્મોમાં કામ કરનારા સિનિયર અભિનેતા પ્રકાશ રાજ બુધવારે સટ્ટાબાજી એપના કેસમાં પોતાનું નિવેદન નોંધાવવા માટે ઈડી સમક્ષ હાજર થયા હતા. ઈડીએ તાજેતરમાં સટ્ટાબાજી એપ્સનું પ્રમોશન કરનારા તમામ અભિનેતાઓને નોટિસ જારી કરી હતી. આમાં પ્રકાશ રાજને પણ નોટિસ મોકલીને તપાસ ટીમે તેમને સમક્ષ હાજર થવા જણાવ્યું હતું. અભિનેતા બશીરબાગ સ્થિત ઈડીની ઓફિસે પહોંચ્યા હતા.
સટ્ટાબાજી એપ જંગલી રમી સાથે જોડાયેલા એક જાહેરાતમાં કામ કરી ચૂકેલા અભિનેતા પર સાયબરાબાદ પોલીસે સટ્ટાબાજીને પ્રોત્સાહન આપવાનો કેસ નોંધ્યો હતો. ઈડીએ એફઆઈઆરના આધારે આ મામલાની તપાસ શરૂ કરી હતી. આરોપ છે કે ફિલ્મી હસ્તીઓએ સટ્ટાબાજી એપનું પ્રમોશન કરવાથી ઘણા લોકો આકર્ષાયા હતા અને તેમને મોટું નાણાકીય નુકસાન સહન કરવું પડ્યું હતું. આ નુકસાનના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો.
તમને જણાવી દઈએ કે માર્ચમાં અભિનેતા વિજય દેવરકોંડા, રાણા દગ્ગુબાતી, પ્રકાશ રાજ અને અન્ય અભિનેતાઓ પર સાયબરાબાદ પોલીસે સટ્ટાબાજી એપ્સનું કથિત રીતે પ્રમોશન કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેને લઈને કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોઈ પણ ગેરકાયદેસર એપનું પ્રમોશન કરતા નથી. રાણા દગ્ગુબાતી અને વિજય દેવરકોંડાએ જણાવ્યું હતું કે તેઓ ફક્ત કાયદેસર રીતે કૌશલ્ય આધારિત રમતોનું જ સમર્થન કરે છે. જ્યારે પ્રકાશ રાજે કહ્યું હતું કે તેમણે 2017માં એક એપના પ્રમોશન માટે કોન્ટ્રાક્ટ રિન્યૂ કર્યો ન હતો, કારણ કે તેમને લાગ્યું હતું કે તેમણે આવું ન કરવું જોઈએ.





