Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Tamannaah Bhatia's troubles increase, ED inquires about Mahadev betting app

તમન્ના ભાટિયાની મુશ્કેલીમાં થયો વધારો, મહાદેવ બેટિંગ એપને લઈને EDએ કરી પૂછપરછ

Timeછેલ્લું અપડેટ : 18 Oct 2024
લાઇવ ટીવીGoogle News
તમન્ના ભાટિયાની મુશ્કેલીમાં થયો વધારો, મહાદેવ બેટિંગ એપને લઈને EDએ કરી પૂછપરછ

તમન્ના ભાટિયા હાલ 'આજ કી રાત' ગીતના કારણે ચર્ચામાં છે. અભિનેત્રીનું આ ગીત ફેન્સને ઘણું પસંદ આવ્યું છે. હવે ગુરુવારે, 17 ઓક્ટોબરે, એક્ટ્રેસ ગુવાહાટીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થઈ છે અને EDએ અભિનેત્રીની પૂછપરછ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ મામલો મહાદેવ બેટિંગ એપ સાથે સંબંધિત છે.

App Store

અહેવાલો અનુસાર, મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન પર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) મેચોને ગેરકાયદેસર રીતે જોવાને પ્રોત્સાહન આપવાના આરોપમાં ED દ્વારા તમન્ના ભાટિયાને સમન્સ મોકલવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ અભિનેત્રી તેની માતા સાથે ED ઓફિસ પહોંચી હતી. તમન્ના ભાટિયા પહેલા એટલે કે, ગયા વર્ષે EDએ રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરને આ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા.

બોલિવૂડના 17 સ્ટાર્સ સામેલ

2023ના રિપોર્ટ અનુસાર, આ કૌભાંડમાં બોલિવૂડના 17 સ્ટાર્સ તપાસ હેઠળ છે. જેમની તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશનના સ્થાપક સૌરભ ચંદ્રાકર છે. કપિલ શર્માને પણ સમન્સ મોકલવામાં આવ્યો હતો કારણ કે, તેણે એપના સ્થાપક સૌરભ ચંદ્રાકર દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.

કોણ છે મહાદેવ બેટિંગ એપના માલિક?

મહાદેવ બેટિંગ એપ એ સટ્ટાબાજીની એપ છે. જેના દ્વારા લોકો પૈસા કમાય છે. આ એપ ઘણી વેબસાઈટ દ્વારા ઓપરેટ થાય છે. મહાદેવ બુકની વેબસાઈટ દ્વારા ભારતમાં પોકર, પત્તાની રમતો, ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ મેચો પર પૈસા મૂકવામાં આવે છે. આ એપ સૌરભ ચંદ્રાકરે વર્ષ 2019માં શરૂ કરી હતી. સૌરભ છત્તીસગઢના ભિલાઈમાં જ્યુસ ફેક્ટરી નામથી નાની જ્યુસની દુકાન ચલાવતો હતો અને આ મોટી એપ પણ ચલાવતો હતો. ઉલ્લેખનીય છે કે, સૌરભના દુબઈમાં 2023માં ભવ્ય લગ્ન થયા હતા. આ લગ્નમાં લગભગ 17 બોલિવૂડ સેલેબ્સ ચાર્ટર્ડ પ્લેન દ્વારા હાજરી આપી હતી. તેમજ સેલેબ્સે ભારે ફી વસુલ કરીને પર્ફોર્મન્સ આપ્યું હતું.