Manish Malhotra’s Diwali bash: પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર્સની લાઈન લાગી, શાહરૂખ-શિલ્પા-કરીનાએ છીનવી લાઈમ લાઈટ
દર વર્ષની જેમ આ વખતે પણ બોલિવૂડમાં પ્રિ-દિવાળી પાર્ટીની પરંપરા યથાવત છે. દરમિયા

દર વર્ષની જેમ આ વખતે પણ બોલિવૂડમાં પ્રિ-દિવાળી પાર્ટીની પરંપરા યથાવત છે. દરમિયાન પ્રખ્યાત અને સ્ટાર્સના ફેવરેટ એવા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ તાજેતરમાં દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતુ. જેમાં ઘણા સ્ટાર્સ આવ્યા હતા. હવે આ પાર્ટીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પાર્ટીમાં લાલ ફૂલોની સજાવટ, મીણબત્તીઓ અને ચાર-સ્તરીય ચોકલેટ કેક જોવા મળતી તસવીરો સામે આવી છે. મનીષ મલ્હોત્રાની આ દિવાળી પાર્ટીની અંદરની તસવીરોમાં શાહરુખ ખાન ઘણો સ્ટાઇલિશ જોવા મળ્યો છે.
દિવાળી પાર્ટીમાં સ્ટાર્સનો જમાવડો
આ દિવાળી પાર્ટીમાં કરીના કપૂર ખાન, શિલ્પા શેટ્ટી, કરણ જોહર, વાણી કપૂર, સાનિયા મલ્હોત્રા, લક્ષ્ય લલવાણી, ટાઈગર શ્રોફ, અપારશક્તિ ખુરાના, ક્રિતિ સેનન અને તેની બહેન, હેમા માલિની, નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટ, રેખા, બોબી દેઓલ, ગૌરી ખાન, અનન્યા પાંડે, પ્રીતિ ઝિન્ટા, મલાઈકા અરોરા, જેકલીન ફર્નાન્ડીઝ, કાજોલ, અભય વર્મા, ફાતિમા સના શેખ, તારા સુતરિયા અને સારા અલી ખાન સહિત ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.






