મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

ભારતની સૌથી મોટી એનિમેટેડ હિટ ફિલ્મ બની Mahavatar Narsimha, જાણો કેટલું કર્યું બોક્સ ઓફિસ કલેક્શન

અશ્વિન કુમાર દ્વારા નિર્દેશિત ભારતીય એનિમેટેડ ફિલ્મ 'Mahavatar Narsimha'એ ખૂબ ધૂમ મચાવી છે. અને

ભારતની સૌથી મોટી એનિમેટેડ હિટ ફિલ્મ બની Mahavatar Narsimha, જાણો કેટલું કર્યું બોક્સ ઓફિસ કલેક્શન

અશ્વિન કુમાર દ્વારા નિર્દેશિત ભારતીય એનિમેટેડ ફિલ્મ 'Mahavatar Narsimha'એ ખૂબ ધૂમ મચાવી છે. અને સૌથી મોટી ભારતીય એનિમેટેડ ફિલ્મ બની છે. આ ફિલ્મે માત્ર 3 દિવસમાં જ Box Office પર એવી ધમાલ કરી છે, કે જેને જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે. 25 જુલાઈના રોજ રિલીઝ થયેલ આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય એનિમેટેડ ફિલ્મ બની ગઈ છે. અત્યાર પહેલા આ રેકોર્ડ વર્ષ 2005માં આવેલી ફિલ્મ 'Hanuman'ના નામે હતો. પરંતુ હવે આ 'Mahavatar Narsimha' એ તેને પાછળ છોડી દીધી છે. 

3 દિવસમાં કરી બમ્પર કમાણી

25 જુલાઈએ રિલીઝ થયેલી ફિલ્મે શુક્રવારે લગભગ 2.10 કરોડ રૂપિયા અને શનિવારે 5.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પરંતુ ખરો ધમાકો રવિવારે થયો, જ્યારે ફિલ્મે 11 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. માત્ર 3 દિવસમાં ફિલ્મે 19 કરોડ રૂપિયાનો નફો કર્યો, જેમાં 15.50 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન છે. તેના હિન્દી વર્ઝને શુક્રવાર અને શનિવારે 4.50 કરોડ રૂપિયા અને રવિવારે 6.75 થી 7 કરોડ રૂપિયાની કમાણી કરી. તો સપ્તાહના અંતે કુલ કમાણી 13.50 કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ. તેલુગુ વર્ઝને પણ 3 દિવસમાં લગભગ 4.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ઉપરાંત, ફિલ્મે તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં પણ લગભગ 75 લાખ રૂપિયાની કમાણી કરી હતી. 

Mahavatar Narsimhaની બનશે સિક્વલ

આ ફિલ્મમાં ભગવાન વિષ્ણુના અવતાર નરસિંહની સ્ટોરી બતાવવામાં આવી છે. જે તેમના ભક્ત પ્રહલાદનું રક્ષણ કરવા માટે પ્રગટ થાય છે. આ શાનદાર એનિમેશન, ગ્રાફિક્સ અને મજબૂત સ્ટોરીને કારણે આ ફિલ્મ દરેક ઉંમરના દર્શકોને પસંદ આવી રહી છે. 'Mahavatar Narsimha' પછી ભગવાન વિષ્ણુના ઘણા પાત્રો પર ફિલ્મો બનવા જઈ રહી છે, જેમાં મહાવતાર પરશુરામ (2027), મહાવતાર રઘુનંદન (2029), મહાવતાર દ્વારકાધીશ (2031), મહાવતાર ગોકુલાનંદ (2033), મહાવતાર કલ્કી ભાગ 1 (2035) અને મહાવતાર કલ્કી ભાગ 2 (2037)નો સમાવેશ થાય છે. જેમાં ભગવાન વિષ્ણુના દરેક અવતાર વિશે વાત કરવામાં અવશે. અને જેને કારણે આવનારી પેઢીને પણ આ પુરાણોની વાતો સમજાવવી ખુબ સરળ બનશે.

આ સમાચાર શેર કરો