Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : "Kantara Chapter 1" created history, earning record-breaking revenue in just 7 days

Entertainment: "કાંતારા ચેપ્ટર 1" એ રચ્યો ઈતિહાસ, માત્ર 7 જ દિવસમાં કરી રેકોર્ડ બ્રેક કમાણી

Timeછેલ્લું અપડેટ : 09 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Entertainment: "કાંતારા ચેપ્ટર 1" એ રચ્યો ઈતિહાસ, માત્ર 7 જ દિવસમાં કરી રેકોર્ડ બ્રેક કમાણી
સોર્સ : GSTV

"કાંતારા ચેપ્ટર 1" ફિલ્મે તેની રિલીજના 7માં દિવસે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે. ઋષભ શેટ્ટીની આ પૈન ઈન્ડિયા ફિલ્મ દર્શકોની વચ્ચે ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મને જોવા માટે સિનેમા ઘરોમાં ભારે ભીડ ઉમટી રહી છે. લોકોનું કહેવું છે કે, આ ફિલ્મનું એક્શન અને મ્યુઝિક બધુ જ બેસ્ટ આપવામાં આવ્યું છે. દર્શકોના વખાણથી ફિલ્મની લોકપ્રિયતા ખૂબ જ ઝડપથી વધી રહી છે. ત્યારે હવે આ ફિલ્મની કમાણી પણ વધા રહી છે.

App Store

2 ઓકટોબરએ રિલીજ થેયેલી "કાંતારા ચેપટેર 1"એ શરૂઆતથી જ ધમાકેદાર પર્ફોમન્સ કર્યું છે. જોકે આ ફિલ્મની સાથે બીજી ઘણી નવી ફિલ્મો રિલીજ થઈ છે, પરંતુ આ ફિલ્મ પહેલા અઠવાડિયાથી જ દરેક ચાહકોનું ધ્યાન ખેચી રહી છે. ઋષભ શેટ્ટીની આ ફિલ્મ શ્રેષ્ઠ અભિનયને કારણે ચર્ચાઓમાં છે. ઘણાં ચાહકો આ ફિલ્મની જ વિશે ચર્ચા કરી રહ્યાં છે. આ ફિલ્મને માત્ર સાઉથમાં જ નહીં પરંતુ નોર્થ ઈન્ડિયામાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. મીડિયા અહેવાલ અનુસાર, આ ફિલ્મ આવનારા દિવસોમાં હજું ઘણા રેકોર્ડ તોડશે.

હવે વાત કરીએ કલેક્શનની તો આ ફિલ્મએ પહેલા માત્ર સાત દિવસમાં જ 300 કરોડનો આંકડો પર કરી દીધો હતો. રિપોર્ટ અનુસાર, ફિલ્મનું કુલ કલેક્શન 316.42 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. પહેલા દિવસે ફિલ્મએ 61.85 કરોડ રૂપિયાથી ઓપનિંગ કરી હતી, જ્યારે બીજા દિવસનું કલેક્શન 45.4 કારોડ રૂપિયા થયું હતું, ત્રીજા દિવસે 55 કરોડ અને ચોથા દિવસે રવિવારે સૌથી વધારે 63 કરોડ જ્યારે પાંચમા દિવસે 31.5 કરોડ રૂપિયા અને સાતમાં દિવસે ફિલ્મને લગભગ 15.42 કરોડ રૂપિયા કમાણી થઈ હતી.

એવામાં ફિલ્મના 7માં દિવસનું કલેક્શન મળીને ટોટલ બોક્સ ઓફિસનું કલેક્શન 316.42 કરોડ રૂપિયા થઈ ગયું છે. ફિલ્મની ઝડપ જોઈને એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ 400 કરોડનો આંકડો પણ પાર કરી નાંખશે. આટલું જ નહીં, "કાંતારા ચેપ્ટર 1"એ 2025માં રિલીજ થયેલી ઓછામાં ઓછી 15 મોટી ફિલ્મોનો રેકોર્ડ તોડ્યો છે, જેમાં 'વોર 2', 'ગેમ ચેન્જર', 'સિકંદર', 'છાવા', 'સૈયારા', 'લોકા', 'ઓજી', 'રેઇડ 2', 'સિતારે જમીન પર', 'હાઉસફુલ 5', 'મહાવતાર નરસિમ્હા', 'સુ ફ્રોમ સો', 'ડ્રૈગન', 'ટૂરિસ્ટ ફૈમિલી' અને 'થોડારામ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોનો સમાવેશ થાય છે.

હોમ્બલે ફિલ્મ્સના બેનર હેઠળ નિર્મિત,"કાંતારા ચેપ્ટર 1"એ 2022ની ફિલ્મ "કાંતારા"ની પ્રિક્વલ છે. આ ફિલ્મની પહેલી કહાની આશરે 1,000 વર્ષ પહેલાંની ઘટના પર આધારિત છે.