બોક્સ ઓફિસ પર ‘દ્રશ્યમ 3’ નો ગરજતો સિંહનાદ, ફિલ્મે તોડી નાખ્યા કમાણીના રેકોર્ડ!

2 મહિનાથી બોક્સ ઓફિસ પર રાજ કરી રહેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ને કડક ટક્કર આપવા માટે અજય દેવગનની ફિલ્મ ‘દ્રશ્યમ 3’ આવી ચૂકી છે. ‘દ્રશ્યમ 3’ એ બોક્સ ઓફિસ પર કમાલ કરી દીધો છે. બીજા દિવસે ફિલ્મની ગર્જના બોક્સ ઓફિસ પર સ્પષ્ટ જોવા મળી રહી છે. ‘દ્રશ્યમ 3’ એ બીજા દિવસે 177 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. પહેલા જ દિવસે 95 કરોડ કમાનારી ‘દ્રશ્યમ 3’ એ બીજા દિવસે પણ બોક્સ ઓફિસ કલેક્શનમાં સારો ઉછાળો જાળવી રાખ્યો છે.
‘દ્રશ્યમ 3’ નું બીજા દિવસનું કલેક્શન
ફિલ્મ ‘દ્રશ્યમ 3’ એ બીજા દિવસે 53.50 કરોડ રૂપિયાની નેટ કમાણી નોંધાવી, જે 16,868 શોઝમાંથી પ્રાપ્ત થઈ છે. આ સાથે ભારતમાં ફિલ્મનું અત્યાર સુધીનું ગ્રોસ કલેક્શન 138.60 કરોડ રૂપિયા અને નેટ કલેક્શન 115.50 કરોડ રૂપિયા થઈ ગયું છે.
વિદેશોમાં પણ ફિલ્મે શાનદાર પ્રદર્શન કરતા બીજા દિવસે 20 કરોડ રૂપિયા કમાયા. આ સાથે ઓવરસીઝ ગ્રોસ કલેક્શન વધીને 38.50 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
વિશ્વભરમાં કેટલી કમાણી?
એટલે કે માત્ર 2 દિવસમાં ‘દ્રશ્યમ 3’ એ વર્લ્ડવાઈડ 177 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. પહેલા દિવસની સરખામણીએ ફિલ્મના કલેક્શનમાં 13.7% નો ઘટાડો પણ જોવા મળ્યો, છતાં પણ ફિલ્મે 53 કરોડ રૂપિયાની નેટ કમાણી કરી.
પહેલા દિવસે ફિલ્મ માટે થિયેટર્સમાં 60.1 ટકાની ઓક્યુપન્સી જોવા મળી હતી અને બીજા દિવસે આ આંકડો ઘટીને 48.1 ટકા થઈ ગયો. ઓવરઓલ ભારતમાં ફિલ્મ 115 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરી ચૂકી છે.

