'કાંતારા ચેપ્ટર 1'ની સ્ટાર કાસ્ટથી ભરેલી બસ પલટી ગઈ, 6 લોકોને થઈ ગંભીર ઈજા

પાન ઈન્ડિયા ફિલ્મ 'કાંતારા ચેપ્ટર 1' નું શૂટિંગ કર્ણાટકમાં થઈ રહ્યું છે, પરંતુ આજે આ ફિલ્મ સાથે જોડાયેલા એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ફિલ્મના ઘણા કલાકારો અકસ્માતનો શિકાર બન્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શૂટિંગ પછી સેટ પરથી પરત ફરી રહેલા એક્ટર્સની બસ પલટી ગઈ. આ અકસ્માતમાં ઘણા જુનિયર આર્ટિસ્ટને ગંભીર ઈજા થઈ છે. ઉડુપી જિલ્લામાં બસ પલટી જતાં 'કાંતારા ચેપ્ટર 1' ના છ જુનિયર આર્ટિસ્ટ ઘાયલ થયા છે. આ અંગેની માહિતી પોલીસે સોમવારે આપી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: VIDEO / ટેલર સ્વિફ્ટના કોન્સર્ટમાં ઝૂમતા જોવા મળ્યા જસ્ટિન ટ્રુડો, વાયરલ થયો કેનેડિયન પીએમનો ડાન્સ
પોલીસે માહિતી આપી
પોલીસના જણાવ્યા અનુસાર ફિલ્મની ટીમને લઈ જઈ રહેલી મિની બસ રવિવારે રાત્રે જડકલ પાસે પલટી ગઈ હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ જડકલના મુદુરમાં શૂટિંગ પૂર્ણ કરીને કોલ્લુર પરત ફરી રહ્યા હતા. મિની બસમાં 20 જુનિયર આર્ટિસ્ટ હતા." પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના બાદ ઘાયલોને જડકલ અને કુંડાપુરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. કોલ્લુર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હાલમાં, ફિલ્મ નિર્માતાઓ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
ફિલ્મ સંબંધિત માહિતી
તમને જણાવી દઈએ કે, 'કાંતારા' વર્ષ 2022માં રિલીઝ થઈ હતી. લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી. 16 કરોડના સામાન્ય બજેટમાં બનેલી આ ફિલ્મે 407 કરોડની કમાણી કરી હતી. 2 કલાક 30 મિનિટની આ ફિલ્મ પૌરાણિક લોકકથા પર આધારિત હતી. સિનેમેટોગ્રાફી, શાનદાર ડિરેક્શન અને સ્ટોરી લાઈનએ લોકોનું ઘણું મનોરંજન કર્યું. આ ફિલ્મ ઋષભ શેટ્ટીએ ડિરેક્ટ કરી હતી અને તે ફિલ્મનો લીડ એક્ટર પણ હતો. તેનું નિર્માણ હોમ્બલે ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મને બે નેશનલ એવોર્ડ પણ મળ્યા હતા. હવે તેની પ્રિક્વલ પણ આવી રહી છે. આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મની જાહેરાત બાદથી ફેન્સ ઉત્સુક છે. 'કાંતારા ચેપ્ટર 1' આવતા વર્ષે 2 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે. આમાં પણ ઋષભ શેટ્ટી લીડ રોલમાં છે.

