Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Unique Aastha in Bihar for the film 'The Vvaan': Slippers outside the theatre and indoor darshan

ફિલ્મ 'The Vvaan' માટે બિહારમાં અનોખી આસ્થા: થિયેટર બહાર ચંપલ ઉતારીને અંદર ગયા દર્શકો

Timeછેલ્લું અપડેટ : 02 Oct 2026
લાઇવ ટીવીGoogle News
ફિલ્મ 'The Vvaan' માટે બિહારમાં અનોખી આસ્થા: થિયેટર બહાર ચંપલ ઉતારીને અંદર ગયા દર્શકો
સોર્સ : gstv

સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની ફિલ્મ 'ધ વન' (The Vvaan) નો બિહારમાં અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. લોકસંસ્કૃતિથી પ્રેરિત આ ફિલ્મની વાર્તાને લોકો મોટા પડદા પર જોવા માટે ચપ્પલ ઉતારીને સિનેમાઘર જઈ રહ્યા છે.

App Store

બિહારની લોકપરંપરાઓ અને છઠ પૂજા સાથે જોડાયેલી આસ્થાની આસપાસ ફરતી ફિલ્મ 'ધ વન' 25 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને ક્રિટિક્સ તરફથી ભલે મિશ્ર પ્રતિસાદ મળ્યો હોય, પરંતુ દર્શકો આ ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે.

The Vvaan movie

ચપ્પલ ઉતારીને ફિલ્મ જોવા ગયા દર્શકો

સોશિયલ મીડિયા પર 'ધ વન' ને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. કેટલાક દર્શકો ભાવુક થઈને ફિલ્મની મજા માણી રહ્યા છે. એટલું જ નહીં, બિહારમાં કેટલાક દર્શકો 'ધ વન' જોતા પહેલાં સિનેમાઘરની બહાર ચંપલ ઉતારીને અંદર જઈ રહ્યા છે.

આટલું જ નહીં, કેટલાક દર્શકો તો 'ધ વન'ના પોસ્ટર સામે માથું નમાવી રહ્યા છે અને હાથ જોડી રહ્યા છે. કેટલાક લોકો થિયેટર્સની અંદર ફિલ્મ જોઈને ભાવુક થતા જોવા મળ્યા હતા.

થિયેટર્સમાં વહેંચવામાં આવ્યો ઠેકુઆ

લોકો આ ફિલ્મ સાથે એ રીતે કનેક્ટ થઈ રહ્યા છે કે થિયેટરની બહાર 'ઠેકુઆ' (બિહારની પરંપરાગત વાનગી/પ્રસાદ) વહેંચી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં લોકો થિયેટરની બહાર ઠેકુઆ વહેંચતા નજરે પડી રહ્યા છે. આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

'ધ વન' નું બોક્સ ઓફિસ કલેક્શન

સુપરનેચરલ અને માયથોલોજીકલ ફિલ્મ 'ધ વન' એ બોક્સ ઓફિસ પર એક અઠવાડિયામાં હાફ સેન્ચુરી ફટકારી દીધી છે. આ ફિલ્મે 1 ઓક્ટોબરે ઘરેલુ બોક્સ ઓફિસ પર 4 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો છે. માત્ર એક અઠવાડિયાની અંદર આ ફિલ્મનો કારોબાર 53 કરોડની નજીક પહોંચી ગયો છે. આશા છે કે ગાંધી જયંતિ, શનિવાર અને રવિવારે ફિલ્મની કમાણીમાં હજુ પણ ઉછાળો આવશે.

ટોપિક્સ:GSTV NewsGujarati News