Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : The actress running the sex racket was caught red-handed by the police

ફિલ્મોમાં કામ આપવાની લાલચ આપી કરાવતી વેશ્યાવૃત્તિ! સેક્સ રેકેટ ચલાવતી એક્ટ્રેસને પોલીસે રંગેહાથ ઝડપી

Timeછેલ્લું અપડેટ : 29 Sept 2026
લાઇવ ટીવીGoogle News
ફિલ્મોમાં કામ આપવાની લાલચ આપી કરાવતી વેશ્યાવૃત્તિ! સેક્સ રેકેટ ચલાવતી એક્ટ્રેસને પોલીસે રંગેહાથ ઝડપી
સોર્સ : gstv

ફિલ્મોની માયાનગરી દૂરથી જેટલી ગ્લેમરસ અને ઝગમગાટથી ભરેલી દેખાય છે, અંદરથી તે એટલી ઉજ્જવળ નથી. તાજેતરમાં જ એક એવો નવો કિસ્સો સામે આવ્યો છે જેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ચોંકાવી દીધી છે. વાસ્તવમાં મહારાષ્ટ્રની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલે એક મોટા હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે, જ્યાં એક એક્ટ્રેસ જ યુવતીઓને ફિલ્મોમાં કામ અપાવવાના બહાને વેશ્યાવૃત્તિ કરવા મજબૂર કરતી હતી. પોલીસે આ એક્ટ્રેસની ધરપકડ કરીને બે પીડિતાઓને તેના ચુંગાલમાંથી મુક્ત કરાવી છે.

App Store

એક્ટ્રેસ જ નીકળી સેક્સ રેકેટની માસ્ટરમાઈન્ડ

મુંબઈની રહેવાસી આ મહિલાની પોલીસે ધરપકડ કરી છે, જે પોતે વેબ સિરીઝ અને ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ હોવાનો દાવો કરે છે. તે યુવતીઓને ફિલ્મોમાં કામ આપવાની લાલચ આપીને સેક્સ રેકેટમાં સામેલ કરતી હતી. પોલીસે વાગલે એસ્ટેટ સ્થિત હોટેલ સાઈ ટચ રેસ્ટોરન્ટ એન્ડ બારમાં ગુપ્ત પ્લાને આ કાર્યવાહીને અંજામ આપ્યો હતો અને એક્ટ્રેસને રંગેહાથ ઝડપી પાડી હતી. આ સાથે જ તેના ચુંગાલમાંથી બે યુવતીઓને પણ છોડાવવામાં આવી હતી.

પોલીસે કેવી રીતે ગુપ્ત પ્લાન બનાવ્યો?

પોલીસને બાતમી મળી હતી કે મુંબઈમાં એક મહિલા પૈસાની લાલચ આપીને ફિલ્મોમાં કામ અપાવવાના બહાને યુવતીઓને ફસાવે છે અને તેને વેશ્યાવૃત્તિના દળદળમાં ધકેલી દે છે. પોલીસે પહેલાં તપાસ કરી અને પછી આખું ગુપ્ત પ્લાન બનાવ્યું. જે અંતર્ગત સાઈ ટચ હોટેલમાં ડમી ગ્રાહક મોકલીને એક્ટ્રેસને રંગેહાથ પકડી પાડવામાં આવી હતી.

બે યુવતીઓને રેસ્ક્યૂ કરીને બચાવાઈ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે ઘટનાસ્થળેથી જે બે યુવતીઓને રેસ્ક્યૂ કરી છે તે પણ હિન્દી, મરાઠી અને ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. હાલમાં પોલીસે તેને મહિલા સુધારગૃહમાં મોકલી આપી છે. આ સાથે જ અનૈતિક વ્યાપાર નિવારણ અધિનિયમ (PITA) અને BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી એક્ટ્રેસને જેલહવાલે કરાઈ

આરોપી મહિલાનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ તેને અદાલતમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાંથી કોર્ટે તેને પોલીસ કસ્ટડીમાં મોકલી આપી છે. હાલમાં પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક વધુ તપાસ ચલાવી રહી છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News