મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

વૃદ્ધાને બિલ્કિસ દાદી કહેવું કંગનાને ભારે પડ્યું, આખરે કોર્ટમાં હાજર થઈ માફી માગી

કંગના રણૌતે 2021નાં ખેડૂત આંદોલન વખતે એક આંદોલનકારી વૃદ્ધાને બ

વૃદ્ધાને બિલ્કિસ દાદી કહેવું કંગનાને ભારે પડ્યું, આખરે કોર્ટમાં હાજર થઈ માફી માગી

કંગના રણૌતે 2021નાં ખેડૂત આંદોલન વખતે એક આંદોલનકારી વૃદ્ધાને બિલ્કિસ દાદી કહીને ઠેકડી ઉડાડી હતી. આ બદલ તેની સામે બદનક્ષીનો કેસ થતાં કંગનાએ આખરે કોર્ટમાં હાજર થઈ માફી માગવાની ફરજ પડી છે.

કંગનાએ પોતે કોર્ટમાં રુબરુ નહિ આવી શકે અને તેને બદલે વિડિયો કોન્ફરન્સથી સુનાવણી કરવા વિનંતી કરી હતી. પરંતુ અદાલતે આ વિનંતી ફગાવી દીધી હતી, તેથી કંગનાને રુબરુ આવવું પડયું હતું. કંગનાએ અગાઉ આ બદનક્ષી કેસ રદ્દ કરાવવા હાઈકોર્ટનો પણ આશરો લીધો હતો પરંતુ હાઈકોર્ટે કંગનાની અરજી ફગાવી દીધી હતી. 

આખરે કંગના ભઠિંડા અદાલતમાં હાજર થઈ હતી, જ્યાં તેણે વૃદ્ધા મહિંદર કૌર તથા તેમના પરિવારની માફી  માગી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, મેં કોઈના વિરુદ્ધ વ્યક્તિગત પોસ્ટ કરી ન હતી. તેમની કોઈ ગેરસમજ થઈ હશે. પંજાબની દરેક માતા મારા માટે આદરપાત્ર.

જોકે, મહિન્દ્ર કૌરના પરિવારે આ માફી સ્વીકારવી કે કેમ તેનો નિર્ણય કરવા સમય માગ્યો હતો. આ કારણે અદાલતે વધુ સુુનાવણી આગામી નવેમ્બરમાં યોજવાનું ઠરાવ્યું હતું. તેથી હજી આ કેસમાં કંગનાને રાહત મળવામાં વિલંબ લાગી શકે છે.

આ સમાચાર શેર કરો