Maharani Season 4: હુમા કુરેશી ફરી દેખાશે રાની ભારતીના કિરદારમાં, OTT પર થશે રિલીઝ, ડેટ થઈ જાહેર
હુમા કુરેશી અભિનીત લોકપ્રિય વેબ સિરીઝ

હુમા કુરેશી અભિનીત લોકપ્રિય વેબ સિરીઝ મહારાનીની ચોથી સીઝન ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ પર આવવાની છે. લાંબા સમય સુધી રાહ જોયા પછી, નિર્માતાઓએ આખરે સીરીઝની રિલીઝ તારીખની પુષ્ટિ કરી છે.
મહારાની એક રાજકીય ડ્રામા વેબ શો છે. હુમા રાની ભારતીનું પાત્ર ભજવે છે. જ્યારે પહેલી સીઝનમાં, રાની ભારતીને રાજકારણ વિશે કંઈ ખબર નથી હોતી, જ્યારે ચોથી સીઝન સુધીમાં, તે ફક્ત બિહારના જ નહીં પરંતુ રાષ્ટ્રીય રાજકારણમાં પણ પ્રવેશવાની તૈયારી કરતી જોવા મળે છે.
Soni Live સીરીઝનું ટ્રેલર કર્યું રિલીઝ
Soni Liveએ તેના સત્તાવાર X હેન્ડલ પર મહારાની સીઝન 4 નું ટ્રેલર રિલીઝ કર્યું છે. ટ્રેલરની સાથે, શોની રિલીઝ તારીખ પણ પુષ્ટિ કરવામાં આવી છે. આ શો આવતા મહિને 7 નવેમ્બરથી Soni Live OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે.
સ્ટોરીમાં દેખશે વધુ આકર્શક ડ્રામા
શોમાં હુમા કુરેશી મુખ્ય ભૂમિકા ભજવે છે. તેમાં અમિત સિયાલ, વિપિન શર્મા, વિનીત કુમાર અને પ્રમોદ પાઠક પણ છે. પાછલી સીઝનમાં, રાની ભારતીનું પાત્ર મુખ્યમંત્રી પદ માટે લડતું જોવા મળ્યું હતું, હવે લડાઈ વડા પ્રધાન પદ માટે હશે.






