મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

Junior NTR નો હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં શૂટિંગ દરમિયાન થયો અકસ્માત!

Junior NTR હાલમાં હૈદરબાદમાં એક શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયો છે. તે એક વિજ્ઞાપ

Junior NTR નો હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં શૂટિંગ દરમિયાન થયો અકસ્માત!

Junior NTR હાલમાં હૈદરબાદમાં એક શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયો છે. તે એક વિજ્ઞાપન માટે શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેને ઇજા થઇ હતી. જોકે ઇજા ગંભીર ન હોવાનું જણાવામાં આવ્યું છે, પરંતુ અભિનેતાને થોડા સમય માટે આરામ કરવાની સલાહ આપવમાં આવી છે. 

ઈજા અંગે કોઈ સ્પષ્ટતા નહી

Junior NTRની ઇજા વિશે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેની ટીમે એક નિવેદનમાં જણાવ્યું છે. NTRને એક વિજ્ઞાપન દરમિયાન માર લાગ્યો હતો. જોકે એ માર ગંભીર ન હોવાથી તેમના ચાહકોએ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ સારવાર દરમિયાન તબીબોએ તેને થોડા અઠવાડિયાઓ સુધી આરામ કરવાની સલાહ આપી છે.

સાથે જ તેમણે વિનંતી કરતા કહ્યું છે કે, મીડિયા અને જનતાએ તેના સ્વાસ્થ્ય વિશે કોઇ ખોટી અટકળો કરવી નહીં. Junior NTRને મેડિકલ કિલયરન્સ મળશે પછી જ તે કામ પર પાછો આવી શકશે. અભિનેતાના શુભ ચિંતકો અને ફિલ્મ જગતના લોકો તે જલદી સારો થઇ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. 

આ સમાચાર શેર કરો