Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : This 60-year-old superhit film is PM Modi's favorite movie, created history at the box office

Entertainment : 60 વર્ષ જુની આ સુપરહિટ ફિલ્મ છે PM મોદીની ફેવરિટ મુવી, બોક્સ ઓફિસ પર રચ્યો હતો ઈતિહાસ

Timeછેલ્લું અપડેટ : 17 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Entertainment : 60 વર્ષ જુની આ સુપરહિટ ફિલ્મ છે PM મોદીની ફેવરિટ મુવી, બોક્સ ઓફિસ પર રચ્યો હતો ઈતિહાસ
સોર્સ : GSTV

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય પાસાંથી તમે બધા વાકેફ હશો, પરંતુ આજે અમે તમને પીએમ મોદીની ઓલટાઈમ ફેવરિટ ફિલ્મ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે કદાચ નહીં જાણતા હોવ.

App Store

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે તેમનો 74મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકોએ એક દિવસ પહેલા જ પીએમ મોદીને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું છે. તમે પીએમ મોદીના રાજકીય પાસા વિશે ઘણું સાંભળ્યું હશે, પરંતુ આજે અમે તમને પીએમ મોદીની ઓલટાઈમ ફેવરિટ ફિલ્મ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે કદાચ જાણતા નહીં હોવ.

દેવ આનંદની ફિલ્મ 'ગાઇડ'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મનોરંજનની દુનિયામાં પણ રસ છે. પીએમ મોદીએ એકવાર જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને સિક્કિમમાં બાળકો સાથે વાતચીત કરી હતી, તે દરમિયાન બાળકોએ પીએમને તેમની મનપસંદ ફિલ્મ વિશે પૂછ્યું હતું. આનો જવાબ આપતા પીએમએ કહ્યું કે, તેમને દેવ આનંદની ફિલ્મ 'ગાઇડ' ખૂબ ગમે છે અને તે તેમની ઓલટાઈમ ફેવરિટ ફિલ્મ છે.

આ ફિલ્મ 1965માં થઈ હતી રિલીઝ
દેવ આનંદની ફિલ્મ 'ગાઈડ' 1965માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બનાવીને દેવ આનંદે ઇતિહાસ રચ્યો હતો. આ ફિલ્મ તેના સમય કરતાં ઘણી આગળ હતી અને એક પરિણીત સ્ત્રીના બીજા પુરુષ પ્રત્યેના પ્રેમને દર્શાવતી હતી અને કહાની કોઈ ખલનાયક વિનાના સંબંધો અને પરિસ્થિતિઓ પર આધારિત હતી. ફિલ્મની કહાની જ નહીં પરંતુ તેના ગીતો પણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યા છે.

ફિલ્મની કહાની
'ગાઇડ' ફિલ્મમાં દેવ આનંદે રાજુનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મમાં તમે જોશો કે રાજુ જેલમાંથી મુક્ત થાય છે અને પછી કહાની ફ્લેશબેકમાં ચાલે છે. રાજુ એક ગાઇડ છે જે પ્રવાસીઓને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ જઈને પોતાનું ગુજરાન ચલાવે છે. આ ફિલ્મની કહાની દર્શકોને ખૂબ ગમી હતી. ફિલ્મમાં એક દિવસ એક વૃદ્ધ માણસ તેની પત્ની રોઝી સાથે શહેરની મુલાકાતે આવે છે. રોઝીનું પાત્ર વહીદા રહેમાન દ્વારા ભજવવામાં આવ્યું હતું.

બોક્સ ઓફિસ પર સાબિત થઈ સુપરહિટ 
દેવ આનંદની ફિલ્મ ગાઇડ 1965માં સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી. ફિલ્મમાં દેવ આનંદ અને વહીદા રહેમાનની જોડીએ ફેન્સના દિલ જીતી લીધા હતા. એવું કહેવાય છે કે, આ ફિલ્મના પ્રીમિયરમાં ઘણા મોટા સ્ટાર્સ પહોંચ્યા હતા, પરંતુ તેમને આ ફિલ્મ પસંદ આવી ન હતી. તેમ છતાં ફિલ્મે ઘણા એવોર્ડ જીત્યા છે. તમને જણાવી દઈએ કે, ગાઇડને હજુ પણ દેવ આનંદ અને વહીદા રહેમાનનો બેસ્ટ પરફોર્મેસ માનવામાં આવે છે.