Video: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં લાઇબ્રેરીનું ભવ્ય લોન્ચિંગ

મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર દ્વારા લાઇબ્રેરીનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે નીતા અંબાણી સહિત અનેક જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. અભિનેતા સૈફ અલી ખાન, કરીના કપૂર, કાજોલ અને સોહા અલી ખાન પણ કાર્યક્રમમાં પહોંચ્યાં હતાં. ઈશા અંબાણી, ઓરી, મનીષ મલ્હોત્રા, કુશા કપિલા અને ન્યાસા દેવગન સહિત અન્ય મહેમાનોએ પણ હાજરી આપી હતી. સેલિબ્રિટીઝની હાજરીને કારણે આ લોન્ચિંગ ઇવેન્ટ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી.




