મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

મનોરંજન જગત: ગંભીર મામલે સંગીતકાર સચિન સંઘવીની થઈ ધરપકડ, કલાકોમાં મળ્યા જામીન

બોલિવૂડ ગાયક અને સંગીતકાર સચિન સંઘવીની એક મહિલાને લગ્નનું વચન

મનોરંજન જગત: ગંભીર મામલે સંગીતકાર સચિન સંઘવીની થઈ ધરપકડ, કલાકોમાં મળ્યા જામીન

બોલિવૂડ ગાયક અને સંગીતકાર સચિન સંઘવીની એક મહિલાને લગ્નનું વચન આપીને જાતીય સતામણી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. સચિનને પોલીસે કસ્ટડીમાં લઈ લીધા હતા, પછી તેમને જામીન પણ મળી ગયા. આ એજ સચિન છે જેમણે જીગર સાથે મળીને બોલિવૂડ અને ગુજરાતી મનોરંજન જગતમાં ઘણા હિટ ગુજરાતી અને હિન્દી ગીતો આપ્યા છે. 

19 વર્ષની યુવતીએ સચિન પર લગાવ્યો આ ગંભીર આરોપ

પ્રખ્યાત સંગીતકાર જોડી સચિન-જીગરના સચિન સંઘવીની ધરપકડ થઈ છે. જે માહિતી સામે આવી છે તે અનુસાર એક 19 વર્ષની યુવતીએ સચિન પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. પીડિત યુવતીનો આરોપ છે કે સચિને તેનું જાતીય શોષણ કર્યું, અને તે ફરિયાદના આધારે, પોલીસે તેને પૂછપરછ અને તપાસ માટે અટકાયતમાં લીધો છે. પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે. યુવતીનું નિવેદન નોંધી લેવામાં આવ્યું છે, પરંતુ સચિન સંઘવી કે પોલીસે આ મામલે જાહેરમાં કોઈ નિવેદન આપ્યું નથી.

વારંવાર જાતીય શોષણ કરવાનો આરોપ

યુવતીએ સચિન પર આરોપ લગાવ્યો છે કે તેણે આલ્બમમાં કામ આપવા અને લગ્નનું વચન આપીને વારંવાર જાતીય શોષણ કર્યું. વિલે પાર્લે પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ માટે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કર્યો છે. આ કેસમાં સચિન સંઘવીની ધરપકડ થઈ. જોકે, બાદમાં તેને જામીન પર છોડી દેવામાં આવ્યો.આ કેસની તપાસ ચાલુ છે. કેસની ગંભીરતાને જોતાં, પોલીસે કહ્યું કે કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

સંઘવીના વકીલનું નિવેદન

સચિન સંઘવીના વકીલ આદિત્ય મિત્થેએ નિવેદન આપ્યું છે કે, 'એફઆઈઆરમાં લગાવવામાં આવેલા તમામ આરોપો પાયાવિહોણા અને નિરાધાર છે. મારા અસીલની ધરપકડ ગેરકાયદેસર હતી, તેથી તેમને તરત જ જામીન મળી ગયા. અમે આ ખોટા આરોપોનો મજબૂતીથી બચાવ કરીશું.' જો કે, આ મામલો સચિન સંઘવીની મુશ્કેલી વધારી શકે છે. 

આ સમાચાર શેર કરો