ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મનું નામ "ઈક્કિશ", અંતિમ મૂવીમાંથી દિગ્ગજ અભિનેતાનો પહેલો લુક રિલીઝ
બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર હવે આપણી વચ્ચે ર

બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર હવે આપણી વચ્ચે રહ્યા નથી. વિવિધ ન્યૂઝ એજન્સીઓ તરફથી મળતી માહિતી અનુસાર, તેમણે 24 નવેમ્બરના રોજ એટલે કે આજે 89 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી ધર્મેન્દ્રના નિધન પર શોક વ્યક્ત કરી રહી છે. આ દરમિયાન તેમની અંતિન મૂવીમાંથી તેમનો લુુક રિલીઝ થયો છે. ધર્મેન્દ્રની આ છેલ્લી ફિલ્મ "ઈક્કિશ" આવતા મહિને રિલીઝ થવા જઈ રહી છે.
અભિનેતાનો પહેલો લુક આજે જ રિલીઝ થયો
ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મનું નામ "ઈક્કિશ" છે. રસપ્રદ વાત એ છે કે, તેમની છેલ્લી ફિલ્મ "ઈક્કિશ"થી અભિનેતાનો પહેલો લુક પણ સોમવારે એટલે કે આજે જ રિલીઝ કરવામાં આવ્યો છે. તેમની આ અંતિમ ફિલ્મ વિશેની પોસ્ટ જોઈને ચાહકો ભાવુક થયા છે.
ધર્મેન્દ્રના "ઈક્કિશ"ના ફર્સ્ટ લૂકના પોસ્ટરથી ચાહકો પ્રભાવિત થયા હતા. ફિલ્મના નિર્માતાઓએ ઇન્સ્ટાગ્રામ પર 'શોલે' અભિનેતાનું નવું પોસ્ટર શેર કર્યું છે. આ ફિલ્મ 25 ડિસેમ્બર, 2025ના રોજ વિશ્વભરના થિયેટરોમાં રિલીઝ થવાની છે.
જુઓ "ઈક્કિશ"નું ટ્રેલર








