Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Delhi High Court calls Honey Singh and Badshah's 'Volume 1' song 'obscene and indecent'

VIDEO: દિલ્હી હાઈકોર્ટે Honey Singh અને Badshahના આ ગીતને 'અશ્લીલ અને અભદ્ર' ગણાવ્યું, તાત્કાલિક હટાવવા આપ્યો આદેશ

Timeછેલ્લું અપડેટ : 02 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દિલ્હી હાઈકોર્ટે સિંગર હની સિંહ અને બાદશાહને 'માફિયા મુંડીર વોલ્યુમ 1' માટે કડક ઠપકો આપ્યો છે. અદાલતે જણાવ્યું હતું કે આ ગીત એટલું અશ્લીલ અને અભદ્ર છે કે તેનું નામ પણ સત્તાવાર આદેશમાં લખી શકાય તેમ નથી. કોર્ટે તમામ ડિજિટલ પ્લેટફોર્મ પરથી આ ગીત અને તેના કોઈપણ વર્ઝનને તાત્કાલિક હટાવવાનો નિર્દેશ આપ્યો છે.

App Store

ગુરુવારે દિલ્હી હાઈકોર્ટે સિંગર-રેપર હની સિંહ અને બાદશાહને મોટો ઝટકો આપ્યો છે. અદાલતે 2000ના દાયકાના તેમના વિવાદિત ગીત 'માફિયા મુંડીર' વોલ્યુમ 1 ને દરેક પ્લેટફોર્મ પરથી તાત્કાલિક હટાવવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં, હાઈકોર્ટે તીખા શબ્દોમાં કહ્યું છે કે આ ગીત 'અત્યંત અશ્લીલ અને અભદ્ર' છે. તે મહિલાઓ માટે અપમાનજનક છે અને કોઈ પણ સંસ્કારી સમાજ આવા કન્ટેન્ટને ડિજિટલ પ્લેટફોર્મ પર રહેવાની મંજૂરી આપી શકે નહીં.

જસ્ટિસ પુરુશેન્દ્ર કૌરવની અદાલતે હની સિંહ, બાદશાહ અને આ ગીત કે તેના રીમિક્સ પર અધિકારનો દાવો કરનાર કોઈપણ વ્યક્તિને સૂચના આપી છે કે તેઓ સોશિયલ મીડિયા હેન્ડલ્સ, મ્યુઝિક પ્લેટફોર્મ અથવા ઓનલાઈન જગ્યાઓ પરથી આ ગીતના URL ને તાત્કાલિક હટાવી દે. કાર્યવાહીની શરૂઆતમાં જ કોર્ટે કહ્યું કે ગીતનું શીર્ષક એવું છે કે જે સત્તાવાર આદેશમાં લખી પણ શકાતું નથી, જે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.

હિન્દુ શક્તિ દલે ગીત વિરુદ્ધ કરી હતી અરજી

તમને જણાવી દઈએ કે હાઈકોર્ટમાં 'હિન્દુ શક્તિ દલ' દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી ચાલી રહી હતી, જેમાં YouTube, Google અને Spotify જેવા પ્લેટફોર્મ પરથી ગીતના વીડિયો અને ઓડિયો હટાવવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે તાજેતરમાં એક કોન્સર્ટ દરમિયાન હની સિંહે આ ગીતની કેટલીક પંક્તિઓ ગાઈ હતી, જેનાથી સાબિત થયું કે આ ગીત તેમણે જ ગાયું હતું.

જજ બોલ્યા- 'આ કેસે કોર્ટના અંતરાત્માને હચમચાવી દીધો'

જસ્ટિસ પુરુશેન્દ્ર કૌરવે પોતાના ચેમ્બરમાં ગીત સાંભળ્યા અને તેના લિરિક્સ વાંચ્યા બાદ કોર્ટમાં કહ્યું કે, આ એવા બહુ ઓછા કિસ્સાઓમાંથી એક છે જેણે કોર્ટના અંતરાત્માને અંદરથી હચમચાવી દીધો છે. અદાલતે ઉમેર્યું કે, "આ એક કમનસીબ ઘટના છે, કારણ કે ગીતના શબ્દો મહિલાઓ પ્રત્યે અપમાનજનક છે અને તેમાં કોઈ કલાત્મક કે સામાજિક મૂલ્ય નથી. પ્રથમ દ્રષ્ટિએ જ ગીતના શબ્દો મહિલાઓનું અપમાન કરનારા અને તેમને મજાકનું પાત્ર બનાવતા લાગે છે."

'કોઈ પણ સભ્ય સમાજ આવા કન્ટેન્ટની મંજૂરી ન આપી શકે'

જજે અત્યંત કડક ટિપ્પણી કરતા કહ્યું કે જાહેર પ્લેટફોર્મ પર આવી સામગ્રી ફેલાવવી, જે સગીરો સહિત તમામ વયના લોકો માટે ઉપલબ્ધ છે, તેને કલાત્મક અભિવ્યક્તિ કે બોલવાની આઝાદીના બહાને બિલકુલ સહન કરી શકાય નહીં. સ્પષ્ટ છે કે સમાજમાં શાલીનતાના લઘુત્તમ ધોરણોની સંપૂર્ણ અવગણના કરવામાં આવી રહી છે. કાયદાના શાસનથી ચાલતો કોઈ પણ સંસ્કારી સમાજ આવા કન્ટેન્ટને ડિજિટલ પ્લેટફોર્મ પર પૈસા કમાવવાનું સાધન બનવાની મંજૂરી આપી શકે નહીં.

હની સિંહ અને બાદશાહને કોર્ટની નોટિસ

દિલ્હી હાઈકોર્ટે બંને સિંગર્સ હની સિંહ અને બાદશાહને નોટિસ પણ પાઠવી છે. સાથે જ નિર્દેશ આપ્યો છે કે ગીતના URL ને તાત્કાલિક બ્લોક કરવામાં આવે. આ ઉપરાંત, કોર્ટે અરજીકર્તાને છૂટ આપી છે કે તેઓ વિવાદિત ગીતના અન્ય લિંક્સની યાદી તૈયાર કરીને કેન્દ્ર સરકારને સોંપે, જેથી સરકાર ઓનલાઈન પ્લેટફોર્મ્સને તે હટાવવા માટે નિર્દેશ આપી શકે.

હવે 7 મેના રોજ થશે આગામી સુનાવણી

ન્યાયાલયે અરજીકર્તાને એમ પણ કહ્યું કે તેઓ Google સમક્ષ પોતાની ફરિયાદો રજૂ કરી શકે છે. આના પર કેન્દ્ર સરકારના વકીલે ખાતરી આપી હતી કે જો અરજીકર્તા તરફથી કોઈ ફરિયાદ મળશે, તો સંબંધિત અધિકારીને જરૂરી નિર્દેશો આપવામાં આવશે. હવે આ મામલે આગામી સુનાવણી 07 મે ના રોજ થશે.