Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : That's the only way to earn even a budget of 130 crores! Know the big reasons why Akshay Kumar's ‘Haiwan’ flopped

130 કરોડનું બજેટ પણ કમાણી માત્ર આટલી જ! જાણો અક્ષય કુમારની ‘હૈવાન’ ફ્લોપ થવાના મોટા કારણો

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2026
લાઇવ ટીવીGoogle News
130 કરોડનું બજેટ પણ કમાણી માત્ર આટલી જ! જાણો અક્ષય કુમારની ‘હૈવાન’ ફ્લોપ થવાના મોટા કારણો
સોર્સ : gstv

અક્ષય કુમારની ફિલ્મ ‘હૈવાન’ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ સાબિત થઈ છે. આ ફિલ્મને એક્ટરની સૌથી નબળી પરફોર્મન્સમાંથી એક માનવામાં આવી રહી છે. પ્રિયદર્શનના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મનું બજેટ 130 કરોડ બતાવવામાં આવી રહ્યું છે. અક્ષય કુમાર અને સૈફ અલી ખાન જેવા કલાકારો હોવા છતાં ફિલ્મ પોતાના ઓપનિંગ ડે પર માત્ર ૩ કરોડની કમાણી કરી શકી. 11 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મે કુલ મળીને માત્ર 9.92 કરોડનું કલેક્શન કર્યું. પરંતુ શું તમે જાણો છો કે આટલી શ્રેષ્ઠ સ્ટારકાસ્ટ અને જબરદસ્ત ડાયરેક્શન હોવા છતાં આ ફિલ્મ ફ્લોપ કેમ ગઈ?

App Store

અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની જોડીએ પહેલા પણ હિટ ફિલ્મો આપી છે. બીજી તરફ ડાયરેક્ટર પ્રિયદર્શન સાથે અક્ષયની કરિયરની સફર કંઈક અલગ જ રહી છે. આ જોડીએ ફિલ્મ ‘હેરા ફેરી’થી લઈને ‘ગરમ મસાલા’, ‘દે દના દન’ સહિત અનેક પ્રભાવશાળી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ આ 5 મોટા કારણો રહ્યા જેના લીધે તેની ફિલ્મ ‘હૈવાન’ બોક્સ ઓફિસ પર 10 કરોડનું કલેક્શન પણ ન કરી શકી. જાણો...

હૈવાનની વાર્તા દર્શકો પહેલાથી જ જાણતા હતા

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પહેલા પણ સાઉથ ફિલ્મોની રિમેક બની છે જેણે બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી છે. શાહરૂખ ખાન, શાહિદ કપૂરની ફિલ્મ ‘કબીર સિંહ’ અને અજય દેવગનની ફિલ્મ ‘દ્રશ્યમ’ પહેલાથી સાઉથની સૌથી પ્રખ્યાત ફિલ્મો હતી, પરંતુ જ્યારે હિન્દીમાં તેની રિમેક બની ત્યારે બોક્સ ઓફિસ ગૂંજી ઉઠ્યું હતું. પરંતુ એ જાદુ 'હૈવાન' સાથે ન થઈ શક્યો. વર્ષ 2016માં પ્રિયદર્શને મોહનલાલ સાથે મલયાલમ ફિલ્મ ‘ઓપ્પમ’ બનાવી હતી. લગભગ 10 વર્ષ પછી એ ફિલ્મને હિન્દીમાં 'હૈવાન' તરીકે રિમેક કરવામાં આવી.

જ્યારે 'હૈવાન'ની જાહેરાત થઈ હતી ત્યારે જ 'ઓપ્પમ'ની વાર્તા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ હતી. પોસ્ટર સાથે જ એ જાહેર થઈ ગયું કે કોણ હીરો હશે અને કોણ વિલન. બાકીની વાર્તા તો પહેલાથી જ ખબર હતી. મેકર્સે પોતાની ફિલ્મોની વાર્તા અને કલાકારોની વિગતો ગુપ્ત રાખવી જોઈતી હતી. વાર્તાથી લઈને પાત્રો સુધીની માહિતી દર્શકો પાસે પહેલાથી જ ઉપલબ્ધ હતી. એવામાં કોઈ કેમ ફિલ્મ જોવા જાય?

ટ્રેલરે સસ્પેન્સ ખતમ કરી દીધું

ડાયરેક્ટર પ્રિયદર્શને ટ્રેલરમાં હેવાનીયત બતાવવાનો પ્રયાસ કર્યો. આ સાથે જ કલાકારોના પાત્રોની માહિતી પણ દર્શકો સુધી પહોંચાડી દીધી. ટ્રેલરમાં જ અડધી ફિલ્મ દર્શકોને સમજાઈ ગઈ. કોઈને સસ્પેન્સ જેવું કંઈ ન લાગ્યું. બસ અક્ષયને વિલન બનતા જોવો એ નવું હોઈ શકતું હતું, પરંતુ તેની હાલની કરિયર ગ્રાફ જોતા દર્શકોએ ફિલ્મને થિયેટરમાં જોવાની તકલીફ ન લીધી.

કંઈ નવું નહોતું

આજના દર્શકો હિન્દીની સાથે સાઉથની ફિલ્મો જોવા માટે પણ ખૂબ એક્ટિવ છે. OTT પ્લેટફોર્મ પર સાઉથની બેસ્ટ ફિલ્મો ટ્રેન્ડ કરે છે. એવામાં કોઈ 10 વર્ષ જૂની ફિલ્મને ખાસ ટ્વિસ્ટ વગર દર્શકો સામે મૂકી દેવી એ મેકર્સનો ખરાબ પ્લાન હતો. આ વાર્તામાં કોઈ નવો ટ્વિસ્ટ હોત તો કદાચ કલેક્શન સારું થાત.

સૈફ અલી ખાનના રોલને મળ્યો મિશ્ર પ્રતિસાદ

સૈફ અલી ખાનનું પાત્ર અંધ બતાવવામાં આવ્યું છે. પરંતુ કેટલાક યુઝર્સે ફિલ્મ જોયા પછી કહ્યું કે તેને એટલા વધારે પાવરફુલ બતાવવામાં આવ્યા જેના પછી તે તેની સાથે કનેક્ટ ન થઈ શક્યા. કોઈ અંધ વ્યક્તિ આ રીતે કેવી રીતે કરી શકે? રિયાલિટી જેવું અનુભવાયું નહીં.

અક્ષયને સીરિયસ રોલમાં જોવો

અક્ષય કુમારની છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ન કરી શકી. એવામાં તેમણે પોતાના રોલમાં કંઈક અલગ કરતા નેગેટિવ રોલ નિભાવ્યો હશે. પરંતુ દર્શકોએ હંમેશા પ્રિયદર્શન અને તેમની જોડીને કોમેડી ફિલ્મોમાં વધારે પસંદ કરી છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News