'દે દે પ્યાર દે-2' ટિકિટબારી પર ખાસ ચાલી રહી નથી, ત્યાં અજય દેવગનની 'રેઈડ થ્રી'ની જાહેરાત

અજય દેવગણ ઘણા સમયથી તેની છેલ્લી હિટ ફિલ્મોના અન્ય ભાગોમાં જોવા મળી રહ્યો છે. જેમ કે, 'રેઈડ-2' અને 'દે દે પ્યાર દે-2'. આવી જ એક નવી ફિલ્મમાં તે જોવા મળશે. મળતી માહિતી મુજબ અજયની 'દે દે પ્યાર દે-2' હાલમાં રીલિઝ થઈ છે અને તે ટિકિટબારી પર ખાસ ચાલી રહી નથી, ત્યાં હવે અજયની 'રેઈડ-3'ની જાહેરાત થઈ ચૂકી છે.
થોડા મહિના બાદ ફિલ્મનું શૂટિંગ શરુ
2019ની 'રેઈડ' ફિલ્મ હિટ થઈ હતી. તે પછી અજયની આવેલી 'રેઈડ-2' પણ થોડી સારી ચાલી હતી. હવે આ ત્રીજા ભાગનું દિગ્દર્શન પણ રાજકુમાર ગુપ્તા જ કરશે. ફિલ્મની હાલ સ્ક્રિપ્ટ લખાઈ રહી છે. થોડા મહિના બાદ તેનું શૂટિંગ શરુ થઈ શકે છે.
સ્ટારકાસ્ટ વિશે સ્પષ્ટતા નથી
ફિલ્મને 2026ના અંતમાં રિલીઝ કરવામાં આવે તેવી શક્યતા છે. હજુ સુધી અન્ય સ્ટારકાસ્ટ વિશે સ્પષ્ટતા કરવામાં આવી નથી.
'રેઈડ-2'નો બોક્સ ઓફિસ રિપોર્ટ
આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રૂ. 19 કરોડની ઓપનિંગ સાથે શરૂઆત કરી હતી અને ભારતમાં તેના પહેલા સપ્તાહના અંતે રૂ. 49.25 કરોડની કમાણી કરી હતી. આ ક્રાઈમ થ્રિલર ફિલ્મે વૈશ્વિક બોક્સ ઓફિસ પર રૂ. 219 કરોડની કમાણી કરી હતી.

