Emmy Awards 2026: હોલિવૂડમાં મેથ્યુ રાઈસનો ડંકો! એક જ રાતમાં 2 મોટા એવોર્ડ જીતીને બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ

ટીવીની દુનિયાનો ઓસ્કાર ગણાતા એમિ એવોર્ડ્સ (Emmy Awards)ની 78મી આવૃત્તિના વિજેતાઓના નામ પરથી પડદો ઊંચકાઈ ચૂક્યો છે. અલગ-અલગ કેટેગરીમાં એવોર્ડ્સ આપવામાં આવ્યા. નોઆ વાયલે, રિયા સીહોર્ન, ટોમ પેલ્ફ્રી, એલિસન જેની જેવા સ્ટાર્સે વર્ષ 2026માં આ પ્રતિષ્ઠિત પુરસ્કાર પોતાના નામે કર્યા. જોકે, આ એવોર્ડ સેરેમનીના મુખ્ય આકર્ષણ બ્રિટિશ એક્ટર મેથ્યુ રાઈસ રહ્યા. તેમણે એક નહીં, પણ બબ્બે એવોર્ડ પોતાના નામે કર્યા છે. ખાસ વાત એ છે કે આ બંને એવોર્ડ તેને બેસ્ટ લીડ એક્ટર માટે મળ્યા છે.
ખરેખર, એમિ એવોર્ડ્સમાં ડ્રામા, કોમેડી, લિમિટેડ કે એન્થોલોજી સિરીઝ જેવી અલગ-અલગ કેટેગરીમાં બેસ્ટ એક્ટર-એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવે છે. મેથ્યુ રાઈસે લિમિટેડ સિરીઝ અને કોમેડી સિરીઝ, બંને કેટેગરીમાં બેસ્ટ લીડ એક્ટરનો એવોર્ડ જીતીને ઈતિહાસ રચી દીધો છે.
આ બે સિરીઝ માટે મેથ્યુ રાઈસને મળ્યું સન્માન
મેથ્યુને બેસ્ટ લીડ એક્ટરનો પહેલો એવોર્ડ કોમેડી સિરીઝ 'વિડોઝ બે' (Widows Bay) માટે મળ્યો છે. જ્યારે બીજો એવોર્ડ પણ બેસ્ટ લીડ એક્ટર માટે જ ક્રાઈમ-થ્રિલર સિરીઝ 'ધ બીસ્ટ ઈન મી' (The Beast in Me) માટે મળ્યો છે. આ બંને સિરીઝમાં મેથ્યુ રાઈસે અદ્ભુત કામ કર્યું હતું. દર્શકોએ તેમને ખૂબ પસંદ પણ કર્યા હતા. આ જ કારણ છે કે હવે તેમને બંને સિરીઝ માટે બેસ્ટ લીડ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. સૌથી ખાસ વાત એ છે કે એમિના 78 વર્ષના ઈતિહાસમાં મેથ્યુ પહેલા એવા એક્ટર બન્યા છે, જેમણે એક જ દિવસે બે-બે બેસ્ટ એક્ટરના એવોર્ડ પોતાના નામે કર્યા હોય. તેમના પહેલાં કોઈ પણ એક્ટરે આ કારનામો કર્યો નહોતો.
ક્યાં જોઈ શકાય છે આ બંને સિરીઝ?
જો આ બંને સિરીઝના ઓટીટી (OTT) પ્લેટફોર્મની વાત કરીએ તો તમે 'વિડોઝ બે' ને એસલ ટીવી (Apple TV) પર જોઈ શકો છો. જ્યારે 'ધ બીસ્ટ ઈન મી' ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ (Netflix) પર ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે 'વિડોઝ બે' ના ખાતામાં માત્ર બેસ્ટ એક્ટરનો એવોર્ડ જ નથી ગયો, પરંતુ આ સિરીઝે કુલ 14 એવોર્ડ્સ પોતાના નામે કર્યા છે.

