મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

Coolieને મળ્યું "A" certificate: પર્ફોર્મન્સને લઈ ઉઠ્યા પ્રશ્નો!

હાલમાં લોકોનું ધ્યાન કેન્દ્રીત કરતી અને સુપરસ્ટાર રજનીકાંતના ચાહકો માટે ચર્ચાનો મોસ્ટ ફેવરિ

Coolieને મળ્યું "A" certificate: પર્ફોર્મન્સને લઈ ઉઠ્યા પ્રશ્નો!

હાલમાં લોકોનું ધ્યાન કેન્દ્રીત કરતી અને સુપરસ્ટાર રજનીકાંતના ચાહકો માટે ચર્ચાનો મોસ્ટ ફેવરિટ વિષય બનેલી ફિલ્મ Coolie આવતા બે અઠવાડિયામાં રીલિઝ થવા જઈ રહી છે, જેનું ટ્રેલર 2 ઓગસ્ટે રીલિઝ થઈ ગયું છે. પહેલીવાર રજનીકાંત અને બ્લોકબસ્ટર ડિરેક્ટર લોકેશ કનગરાજની જોડી સાથે આવી રહી હોવાથી દર્શકોમાં પણ ભારે ઉત્સાહ છે. 

Coolieને મળ્યું "A" certificate!

ફિલ્મનું ટ્રેલર રીલિઝ થતાં જ જાણવા મળ્યું છે કે, Central Board Of Film Certification(CBFC)એ Coolieને 'A' (એડલ્ટ) સર્ટીફિકેટ આપ્યું છે. છેલ્લાં 36 વર્ષમાં પહેલીવાર રજનીકાંતની ફિલ્મને 'A' રેટિંગ મળ્યું છે. રજનીકાંત એ બાળકોથી લઈ વૃદ્ધો સુધી દરેકના ફેવરિટ એક્ટર રહ્યા છે. અને તેમની મોટા ભાગની ફિલ્મોએ ચાહકોના દિલો પર રાજ કર્યું છે. પરંતુ આ વખતે Coolieને A રેટિંગ મળવાથી એ દર્શકો માટે સિમિત રહી જશે. જો કે, આ પૂર્વે 1980ના દાયકામાં 'નેત્રિક્કન' (1981), રંગા (1982), પુથુકવિતાઈ (1982), નાન સિગપ્પુ મનિથન (1985) વગેરે જેવી ફિલ્મોને પણ એડલ્ટ રેટિંગ મળ્યું છે. તેમની છેલ્લી 'A' રેટેડ ફિલ્મ 'શિવા' 1989માં પ્રદર્શિત થઈ હતી. 

36 વર્ષ પછી ફરી મળ્યું 'A' રેટિંગ

Coolie એ ૩૬ વર્ષ બાદ ફરી રજનીકાંતની એક નવી અને બીજી તરફ લોકેશ કનગરાજની પ્રથમ 'A' રેટેડ ફિલ્મ છે. Coolie ફિલ્મની ટક્કર હવો 14 ઑગસ્ટે રીલિઝ થનારી 'War-2' સાથે થવાની છે. જેમાં ઋત્વિક રોશન અને જૂનિયર એનટીઆર મહત્ત્વની ભૂમિકામાં છે. હિંદી બેલ્ટમાં 'Coolie'ના પર્ફોર્મન્સને લઈને પ્રશ્નો ઊભા થયા છે, જેનું કારણ છે કે, ત્યાં 'A' રેટેડ ફિલ્મોનું કેનવાસ સિમિત મનાય છે. જોકે એનિમલ (2023), કબીર સિંહ (2019) આ ફિલ્મોની સફળતા એ વાતનું પ્રમાણ છે કે, જો કન્ટેંટ દમદાર હોય તો 'A' રેટિંગ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સારી એવી ચાલી શકે છે. 

આ સમાચાર શેર કરો