મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

"સ્ત્રી 3" પહેલા આવશે "છોટી સ્ત્રી": શ્રદ્ધા કપૂરે કરી જાહેરાત!

શ્રદ્ધા કપૂરની 'સ્ત્રી થ્રી' ફિલ્મ બનવાની છે. પરંતુ, એ પહેલાં આ ફિલ્મ માટે માહોલ જમાવવ

"સ્ત્રી 3" પહેલા આવશે "છોટી સ્ત્રી": શ્રદ્ધા કપૂરે કરી જાહેરાત!
શ્રદ્ધા કપૂરની 'સ્ત્રી થ્રી' ફિલ્મ બનવાની છે. પરંતુ, એ પહેલાં આ ફિલ્મ માટે માહોલ જમાવવાના એક તુક્કા તરીકે 'સ્ત્રી' ફિલ્મનું એક એનિમેટેડ વર્ઝન થિયેટર્સમાં રજૂ કરાશે.  શ્રદ્ધા કપૂર તાજેતરમાં એક ઈવેન્ટમાં તેના 'સ્ત્રી'ના ગેટ અપમાં હાજર રહી હતી અને તેણે આ જાહેરાત કરી હતી. 

એનિમેટેડ વર્ઝનથી કરશે સ્ત્રી 3 નું પ્રમોશન

આ એનિમેટેડ વર્ઝનના છેલ્લા સીનમાં જ 'સ્ત્રી થ્રી'નો પહેલો સીન હશે. મતલબ કે એનિમેટેડ ફિલ્મને આ રીતે ફીચર ફિલ્મ સાથે સાંકળી લેવામાં આવશે.    શ્રદ્ધાની 'સ્ત્રી' અને 'સ્ત્રી ટુ' બંને હિટ થઈ ચૂકી છે. આ ફિલ્મોથી શ્રદ્ધાની કેરિયર ઊંચકાઈ હતી. સાથે સાથે તેના દ્વારા બોલીવૂડમાં હોરર કોમેડી ફિલ્મોનો ટ્રેન્ડ શરુ થયો હતો. હાલ બોલીવૂડના મોટાભાગના પ્રોડયૂસર તથા કલાકારો હોરર કોમેડીની ફોર્મ્યૂલાને વટાવી લેવાની હોડમાં છે. 

આ સમાચાર શેર કરો